For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂપી-ગુજરાત-ઝારખંડ બાદ હિમાચલ પ્રદેશમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ લાગુ

હિમાચલ પ્રદેશમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ લાગુ

|
Google Oneindia Gujarati News

શિમલાઃ હિમાચલ પ્રદેશની સરકારે આર્થિક રૂપે કમજોર સામાન્ય વર્ગના લોકોને 10 ટકા આરક્ષણને મંજૂરી આપી દીધી છે. હિમાચલ પ્રદેશ સરકારે પોતાના આદેશમાં કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી નોકરીઓ અને શિક્ષામાં સામાન્ય વર્ગને આર્થિક રીતે ગરીબ પરિવારોને 10 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ સ્વીકાર્ય છે.

jairam thakur

જણાવી દઈએ કે સંસદના બંને સદનો અને રાષ્ટ્રપતિની પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ હિમાચલ પ્દેશ સરકારે કહ્યું હતું કે તેઓ જલદી જ સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં સામાન્ય શ્રેણીના આર્થિક રૂપે કમજોર વર્ગના લોકો માટે 10 ટકા આરક્ષણ આપશે. હિમાચલ પ્રદેશ સરકાર પહેલા ગુજરાત અને ઝારખંડની સાથોસાથ યૂપીની યોગી આદિત્યનાથ સરકારે પણ 10 ટકા આરક્ષણને મંજૂરી આપી દીધી છે.

જણાવી દઈએ કે મોદી સરકારે શિયાળુ સત્રનાઆખરી દિવસે સંસદમાં સામાન્ય વર્ગના ગરીબ પરિવારોને નોકરી અને શિક્ષામાં 10 ટકા આરક્ષણ આપવા માટે બિલ રજૂ કર્યું હતું. જે બાદ લોકસભામાં અને પછી રાજ્યસભામાં આ બિલને પાસ કરી દેવાયું છે. જે બાદ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું અને ત્યાંથી બિલને મંજૂરી મળી ગઈ છે.

આ પણ વાંચો- કોલકાતામાં વિપક્ષની રેલી પર બોલ્યા રવિશંકર- તેમની પાસે ભવિષ્યનો કોઈ રોડમેપ નથી

English summary
Himachal Pradesh govt approves 10 per cent general reservation in govt jobs and education
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X