હિમાચલ ટ્રેકિંગ પર ગયેલા આઈઆઈટી રુડકી ના 35 વિધાર્થીઓ ગાયબ
હિમાચલ પ્રદેશના લાહૂલ સ્પ્રીતિ હિમાચલ ટ્રેકિંગ પર ગયેલા આઈઆઈટી રુડકી ના 35 વિધાર્થીઓ સહીત 45 લોકો લાપતા થઇ ચુક્યા છે, જેમાં 2 વિદેશી પણ શામિલ છે.
હિમાચલ પ્રદેશના લાહૂલ સ્પ્રીતિ હિમાચલ ટ્રેકિંગ પર ગયેલા આઈઆઈટી રુડકી ના 35 વિધાર્થીઓ સહીત 45 લોકો લાપતા થઇ ચુક્યા છે, જેમાં 2 વિદેશી પણ શામિલ છે. હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે. ઘણા વિસ્તારમાં થઇ રહેલા વરસાદને કારણે જાનમાલને પણ ઘણું નુકશાન થયું છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લાપતા થયેલા લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ, રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ

આઈઆઈટી રુડકી ના 35 વિધાર્થીઓ ગાયબ
લાપતા લોકોમાં શામિલ વિધાર્થી અંકિત ભાટીના પિતા રાજવીર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધા જ હમપતા પાસ માટે ટ્રેકિંગ પર ગયા હતા અને તેમને મનાલી આવવાનું હતું. પરંતુ તેમની સાથે કોઈ પણ સંપર્ક નથી થઇ રહ્યો. હિમાચલના ઉંચાઈ વાળા વિસ્તારો પર બરફવર્ષાને કારણે બધા જ રસ્તાઓ બંધ થઇ ગયા છે. તેને કારણે લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

2 વિદેશી નાગરિકો પણ લાપતા
લાહૂલ સ્પ્રીતિ ફરવા આવેલા 8 લોકોની એક ટુકડી પણ લાપતા છે. લાપતા થવામાં બ્રુનોઇ એક મહિલા સંજીદા તુંબા અને નેધરલેન્ડની એબી લિમ સહીત 6 ભારતીયો પણ શામિલ છે. તેમાં 6 ભારતીયોમાં પ્રિયંકા વોહરા, પાયલ દેસાઈ, દીપિકા, દિવ્યા અગ્રવાલ, અભિનવ ચંદેલ અને અશોક શામિલ છે, જેઓ અહીં ફરવા માટે આવ્યા હતા.

5 લોકોની મૌત અને ઘણા ઘાયલ
હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાને કારણે લોકોની પરેશાની વધી ચુકી છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારે કુલ્લુ, કાંગદા, અને ચીબા જિલ્લામાં ભારે વરસાદ થયો. જયારે અલગ અલગ જગ્યાઓ પર પાંચ લોકોની મૌત થઇ ગયી. ઘણા લોકોના ઘાયલ થવાની પણ ખબર આવી રહી છે.












Click it and Unblock the Notifications
