For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Pradesh: મુખ્યમંત્રી પદને લઈને કોકડુ ગુંચવાયુ, હવે મામલો હાઈકમાન્ડના હાથમાં

હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. સરકાર બનાવવાની કવાયત વચ્ચે હવે મુખ્યમંત્રી પદને લઈને કોકડુ ગુંચવાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. સરકાર બનાવવાની કવાયત વચ્ચે હવે મુખ્યમંત્રી પદને લઈને કોકડુ ગુંચવાયુ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી થઈ શક્યો નથી. હવે મામલો હાઈકમાન્ડના હાથમાં ગયો છે.

Congress

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પોતાના નામે કરી છે અને હવે સરકાર બનાવવા માટે આજે ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી. જો કે આ બેઠકમાં એક નામ નક્કી થઈ શક્યુ નથી. હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી માટે હાઈકમાન્ડ ચહેરો નક્કી કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, આજે ભૂપેશ બઘેલની કારને કાર્યકર્તાઓએ રોકી ત્રણ વખતના સાંસદ અને દિવંગત નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી. આ સિવાય સુખવિંદર સિંહ સુખુ અને મુકેશ અગ્નિહોત્રી રેસમાં છે, બંનેને ધારસભ્યોનું સમર્થન છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત સાથે સાથે હિમાચલ ચૂંટણીમાં કોંગ્રેસ જીતવામાં સફળ થઈ છે. અને હવે સરકાર બનાવવા માટે તૈયારી શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ કોને મુખ્યમંત્રી પસંદ કરે છે.

English summary
Himachal Pradesh: The High Command will decide the face for the post of Chief Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X