• search

હિમાચલ ચૂંટણી : 74 ટકા મતદાન, પરિણામ 20 ડિસેમ્બરે

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શિમલા, 4 નવેમ્બર: અપડેટ 7.00pm

  હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આવેલા હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં એકંદરે 74 ટકા મતદાન થયું હતું. ચૂંટણીપંચ દ્વારા જણાવ્યા મુજબ અગાઉની ચૂંટણી કરતાં આ વખતે 2 ટકા વધુ મતદાન નોંધાયું હતું. આ વખતની ચૂંટણીમાં ઓળખપત્રોનો 100 ટકા ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીપ્રચાર દરમિયાન પંચે નાણાંનો દુરુપયોગ રોકવા કડક દેખરેખ વ્યવસ્થા ગોઠવતાં રૂ. 3,16,00,000ની રોકડ વિવિધ તબક્કે જપ્ત કરવામાં આવી હતી.

  અપડેટ 4.30pm

  હિમાચલ પ્રદેશના ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર બપોરના 4 વાગ્ય સુધીમાં વિવિધ મતદાન મથકોથી પ્રાપ્ત માહિતી અનુસાર સરેરાશ 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બંધ ઉમેદવારોની કિસ્મત 20 ડિસેમ્બરે ખુલશે. હાલમાં હિમાચલ પ્રદેશમાં મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપે દાવો કર્યો છે કે વોટિંગ તેમના પક્ષમાં થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે લોકોમાં નારાજગી છે તેના કારણે વોટિંગ ઓછું થયું છે, પણ ઓછા વોટિંગને કારણે એન્ટિઇન્કમ્બન્સીની શક્યતા ઘટી છે.

  અપડેટ 1.00pm

  હિમાચલ પ્રદેશમાં આજે મતદાનની શરૂઆત ધીમી રહી છે અને શરૂઆતના સાડા ત્રણ કલાકમાં લગભગ 18 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. જ્યારે બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન થયું હતું.

  ચુંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર 68 સીટો માટે યોજાઇ રહેલા વિધાનસભાની ચૂંટણીમાં બપોર પછી મતદાનમાં વધારો થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નરેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે મશીનમાં ખામીના કારણે કુલ્લૂની ચાર શિમલા અને બિલાસપુરનું એક ઇવીએમ મશીન બદલવામાં આવ્યું છે.

  હિમાચલ પ્રદેશમાં 12મી વિધાનસભા માટે આજે સવારે 68 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણીમાં કુલ 459 ઉમેદવારોના નસીબનો ફેંસલો થશે.

  લગભગ 22,31,772 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 46,08,359 મતદારો રાજ્યના 7,253 મતદાન કેન્દ્રો પર પોતાના મતધિકારનો ઉપયોગ કરી કુલ 459 ઉમેદવારો માટે રાજકીય ભવિષ્યનો ફેંસલો કરશે.

  મતગણતરી ગુજરાતની ચૂંટણી બાદ 20 ડિસેમ્બરે કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. 12 થી વધુ મતદાન ક્ષેત્રોમાં બંને પાર્ટીઓના કેટલાક બળવાખોર ઉમેદવારો પણ ચૂંટણી લડશે જેની અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

  રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) અને તૃણમૂલ કોંગ્રેસે પ્રથમ વખત પર્વતીય રાજ્યમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. રાંકાંપાએ 12 અને તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવાર ઉતાર્યા મેદાનમાં ઉતાર્યા છે.

  આ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અપક્ષ ઉમેદવારો પર પણ નજર રહેશે. રાજ્યમાં આ વખતે 105 અપક્ષ ઉમેદવારો પર ચૂંટણીના મેદાનમાં ઉતરશે. રાજ્યના સિમાંકનને જોતાં કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ પોતાના મૂળ વિધાનસભા વિસ્તારમાં મતદાન કરવાની તક મળશે નહી.

  મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ પોતે હમીરપુરથી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ તે ભોરંજ વિધાનસભામાં પોતાનો મત નાખશે કારણ કે તેમનું ગામ સમીરપુર હવે ભોરંજનો ભાગ છે. રાજ્યમાં આ વખતે 8355 મતદારો એવા હશે જેમની ઉંમર 90 વર્ષથી વધુ છે.

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  હિમાચલ ચૂંટણી

  English summary
  Amidst tight security, the polling for the 68 seats of Himachal Pradesh Assembly began on Sunday.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more