For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ વિધાનસભા માટે રવિવારે મતદાન, તૈયારીઓ પૂરી

|
Google Oneindia Gujarati News

virbhadrasingh
શિમલા, 3 નવેંબરઃ હિમાચલ પ્રદેશમા આવતી કાલે 68 વિધાનસભા બેઠકો પર મતદાન થવાને લઇને ઉમેદવારોના દીલની ધડકનો વધી ગઇ છે. ચૂંટણીમાં પ્રેમ કુમાર ધૂમલ અને વીરભદ્ર સિંહ જેવા દિગ્ગજો માટે અગ્નિપરીક્ષા છે, જેમણે પોત-પોતાની રીતે મતદાતાઓને રીઝવવા પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસે જ્યાં પોતાના ચૂંટણી પ્રચારમાં સત્તા વિરોધી લહેર ઉભી કરવાનો પ્રયત્ન કર્યો, તો બીજી તરફ સત્તારૂઢ ભાજપે મોંઘવારી અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી પોતાની તમામ શક્તિઓ લગાવી દીધી.

ભાજપ અને કોંગ્રેસ તમામ 68 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે બસપાએ 66 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. હિમાચલ લોકહિત પાર્ટી(36), તૃણમૂલ કોંગ્રેસ(25), સપા(15), માકપા(15), રાકાંપા(12), સ્વાભિમાન પાર્ટ(12), ભાકપા(7) અને શિવસેના ચાર બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. 105 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાન પર ઉતર્યા છે. મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના નેતૃત્વમાં ભાજપ પંજાબની જેમ હિમાચલ પ્રદેશમાં ઇતિહાસ રચવાની આશા રાખીને બેઠું છે. પંજાબમાં ભાજપના ગઠબંધને ઐતિહાસિક પરિપાટી વિરુદ્ધ સતત બીજી વખત સત્તા હાંસલ કરી હતી.

પંજાબની જેમ હિમાચલમાં પણ 1977થી અન્ય કોઇ દળ સતત બીજી વખત સરકાર રચી શક્યું નથી. 4 નવેમ્બરે ચૂંટણી સાબિત કરશે કે ભાજપ ઇતિહાસ રચી શકે છે કે પછી કોંગ્રેસ ઉત્તરાખંડનું પુનરાવર્તન કરે છે.

ચૂંટણી મેદાનમાં કુલ 459 ઉમેદવારોમાં 27 મહિલાં છે. ચૂંટણી માટે 7253 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સૌથી ઉંચુ મતદાન કેન્દ્ર 15 હજાર ફૂટની ઉંચાઇ પર લાહૌલ સ્પીતિના હિક્કિમમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

મતોની ગણતરી 20 ડિસેમ્બરે થશે. વર્ષ 2007માં 41 બેઠકો પર ભાજપ જીત્યું હતું જ્યારે 23 બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું હતું. નિર્દલીય ત્રણ બેટકો પર વિજયી રહ્યાં હતા અને બસપા માત્ર એક જ બેઠક પર વિજયી થઇ શક્યું હતું. ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે રાજ્યમાં ભ્રષ્ટાચાર એક મોટો ચૂંટણી મુદ્દો છે. કોંગ્રેસને કોલસા, 2જી અને કોમનવેલ્થ ગેમ્સ જેવા ગોટાળાઓના કારણે ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Battle lines have been drawn for Sunday's poll for the 68-member Himachal Assembly where political heavyweights Prem Kumar Dhumal and Virbhadra Singh are jostling for attention of voters for whom the issue of price rise and corruption seems to have surpassed the anti-incumbency factor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X