અયોધ્યા વિવાદઃ નક્શો ફાડવાને લઈ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલમાં ફરિયાદ થઈ
અયોધ્યા વિવાદઃ નક્શો ફાડવાને લઈ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલમાં ફરિયાદ થઈ
નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ વકીલ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના જમીન વિવાદની સુનાવણી દરમિયાન નક્શો અને દસ્તાવેજો ફાડવાને લઈ આ ફરિયાદ કરવામાં આવી છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને સુનાવણી દરમિયાન હિન્દુ માસભાના વકીલ વિકાસ સિંહથી મળેલ નક્શો ફાડી નાખ્યો હતો. જેના માટે હિન્દુ મહાસભાએ બાર કાઉન્સિલ સમક્ષ ધવન સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાજીવ ધવન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. જેઓ અયોધ્યાના વિવાદિત મામલે સુન્ની વક્ફ બોર્ડના વકીલ છે.

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે બુધવારે સુનાવણીનો આખરી દિવસ હતો. આ મામલે અદાલતે સુનાવણી પૂરી કરી ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. બુધવારે સુનાવણી દરમિયાન અદાલતમાં કેટલીક ગરમાગરમી પણ જોવા મળી. હિન્દુ મહાસભાના વકીલે રામ મંદિર સાથે જોડાયેલ એક નક્શો અને દસ્તાવેજ સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવનને સોંપ્યા હતા, જેને તેમણે અદાલતમાં ફાડીને ફેંકી દીધાં. જેના પર ચીફ જસ્ટિસ ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું કે આવું થયું તો અમે ઉઠીને ચાલ્યા જશું. જેના પર રાજીવ ધવને કહ્યું કે દસ્તાવેજો હાથમાં લઈ મેં તમને કહ્યું હતું કે હું આ ફાડવા માંગું છું. તમે કહ્યું કે તમારી મરજી હોય તો, મેં ફાડી દીધા. હવે મીડિયામાં ચલી રહ્યું છે કે ચીફ જસ્ટિસના કહેવા પર મેં કાગળ ફાડ્યાં. જેના પર સીજેઆઈ ગોગોઈએ કહ્યું કે, સ્પષ્ટીકરણ થઈ ગયું. તમે કહી શકો કે મારા કહેવા પર જ કાગળો ફાડ્યાં.
હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે આ નક્શો પૂર્વ આઈપીએસ કિશોર કુમાલના પુસ્તક અયોધ્યા રીવિઝિટેડથી લીધો હતો, જે 2016માં પ્રકાશિત કરવામાં આવી હતી. હિન્દુ મહાસભાના વકીલે પુસ્તકને રેકોર્ડની જેમ રજૂ કરવા અદાલતને દરખાસ્ત કરી હતી. પુસ્તકમાં વિવાદિત જમીન સાથે જોડાયેલ નક્શા હતા.
સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં 2.77 એકર જમીનના વિવાદ પર સુનાવણી કરી રહી છે. જમીન પર સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામ લલાએ દાવો કર્યો છે. આ મામલો ઘણો જૂનો છે. 2010માં આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટો જમીનને ત્રણ ભાગમાં બરાબર વહેંચવાનો આદેશ આપ્યો હતો. જેના પર નારાજગી જતાવતા ત્રણેય પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
