For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિસાર: કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડ્યા, 5 લોકોના મૌત

હરિયાણાના હિસાર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક દર્દનાક ઘટના થઇ છે. જિંદલ પુલ પર રાત્રે લગબગ બે વાગ્યે પુરપાટ દોડતી કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડી નાખ્યા

|
Google Oneindia Gujarati News

હરિયાણાના હિસાર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક દર્દનાક ઘટના થઇ છે. જિંદલ પુલ પર રાત્રે લગબગ બે વાગ્યે પુરપાટ દોડતી કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડી નાખ્યા, જેમાં 5 લોકોની મૌત થઇ ગઈ જયારે આ દુર્ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. ઘટનામાં જીવ ગુમાવનાર મોટાભાગના મજૂરો બિહારના બતાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુલ પર સમારકામ ચાલી રહ્યું હતું, જેને કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

haryana

આ ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડ્યા પછી કાર સામે ઉભેલી બીજી કાર સાથે અથડાઈ. ત્યારપછી તે કાર લગભગ 70 ફુટ નીચે પુલમાં પડી. ખબર અનુસાર કારમાં સવાર લોકો દિલ્હી તરફ જઈ રહ્યા હતા. બીજી બાજુ જિંદલ ફેકટરીના કર્મચારીઓ ચીસો સાંભળીને જગ્યા પર પહોંચ્યા, તેમને પોલીસને આ બાબતે જાણકારી આપી.

સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી તેમને લાશોને કબ્જામાં લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. કાર પુલ નીચે પડ્યા પછી તેમાં સવાર લોકો ગમે તેમ કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ ચુકી છે.

English summary
Hisar: 5 dead 9 injured as car runs over sleeping workers in haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X