અંધારી રાતમાં INS વિક્રાંત પર મીગ-29K ની ઇતિહાસ રચતી લેન્ડિંગ, જુઓ ફોટો

ભારતીય નેવી દિવસે દિવસે નવા ઇતિહાસ રહી રહી છે. હાલમાં જ ભારતીય નેવીએ એક મોટી ઉપલબ્ધી પોતાના નામે કરી છે. નૌસેનાએ આઈએનએસ વિક્રાંત પર રાતના અંદારામાં મીગ-29K નું લેન્ડિંગ કરાવીને નવો ઇતિહાસ લખ્યો છે.

હાલમાં જ ભારતીય નૌસેનાએ એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં ભારતીય નૌસેનાએ ટ્વિટર પર લખ્યું કે, ભારતીય નૌસેનાના મિગ-29એ રાત્રે INS વિક્રાંત પર લેન્ડિંગ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ આત્મનિર્ભર ભારત પ્રત્યેની નૌસેનાના ઉત્સાહને દર્શાવે છે.

MiG-29K

મિગ-29Kના લેન્ડિંગને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, INS વિક્રાંત પર મિગ-29Kનું પ્રથમવાર નાઈટ લેન્ડિંગ પરીક્ષણ સફળતાપૂર્વક કરવા બદલ હું ભારતીય નૌકાદળને અભિનંદન આપું છું. આ નોંધપાત્ર સિદ્ધિ વિક્રાંતના ક્રૂ અને નૌકાદળના પાયલોટના કૌશલ્ય, મક્કમતા, વ્યાવસાયીકરણની સાક્ષી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, રાત્રે એરક્રાફ્ટ કેરિયર પર એરક્રાફ્ટનું લેન્ડિંગ મરીન માટે પડકારજનક મનાય છે. એરક્રાફ્ટ કેરિયર 40-50 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું હોય અને પાઈલટોને જેટની ઝડપ સાથે ગતિનો તાલમેલ કરવો પડે છે.

INS વિક્રાંત ભારતમાં બનેલ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર છે. તે કેરળમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. MIG-29K ચોથી પેઢીનું હાઇ-ટેક એરક્રાફ્ટ છે અને નેવીના એર ડિફેન્સ મિશનમાં ખૂબ અસરકારક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X