For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કારણે રંગમાં ભંગ, આ રાજ્યોમાં સાર્વજનિક હોળી મનાવવા પર લાગ્યો બેન, જાણો શું છે ગાઈડલાઈન્સ

હોળીના રંગમાં ભંગ પડી ગયો છે અને ઘણી રાજ્ય સરકારોએ પોતાને ત્યાં હોળીને સાર્વજનિક રીતે મનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક વાર ફરીથી કોરોના વાયરસે પોતાનુ રૌદ્ર રૂપ બતાવવાનુ શરૂ કરી દીધુ છે. લોકોની ઢીલાશના કારણે ફરીથી કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે અને આના કારણે હોળીના રંગમાં ભંગ પડી ગયો છે અને ઘણી રાજ્ય સરકારોએ પોતાને ત્યાં હોળીને સાર્વજનિક રીતે મનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તહેવારના કારણે ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેનુ કડકાઈથી પાલન કરવુ દરેક જણ માટે ખૂબ જરૂરી છે. આવો, નજર કરીએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સ પર...

આ રાજ્યોમાં લાગ્યો પ્રતિબંધ

આ રાજ્યોમાં લાગ્યો પ્રતિબંધ

  • ઉત્તર પ્રદેશમાં કોઈ પણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ લાગ્યો છે. અહીં સુધી કે હોલિકાદહનના કાર્યક્રમ પર પણ રોક લાગી ગઈ છે.
  • મહારાષ્ટ્રમાં પણ હોળીના સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
  • મુંબઈમાં બીએમસીએ હોળી કાર્યક્રમને પ્રતિબંધિત કર્યો છે. બીએમસીએ રંગપંચમી કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે.
  • ઓરિસ્સામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ પર રોક.
  • પંજાબ, હરિયાણા, એમપી, છત્તીસગઢા અને ગુજરાતમાં પણ હોળી સાર્વજનિક રીતે નહિ મનાવાય.
  • ગુજરાતમાં હોળીના બધા મોટા અને સાર્વજનિક કાર્યક્રમોમાં રોક. ગુજરાતમાં હોલિકા દહન કાર્યક્રમમાં અમુક જ લોકોને શામેલ થવાની અનુમતિ છે.
શું છે ગાઈડલાઈન્સ

શું છે ગાઈડલાઈન્સ

  • જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યાંથી હોળી મનાવવા યુપી આવી રહેલા બધા લોકોના કોરોના ટેસ્ટ અનિવાર્ય છે.
  • બધા મુસાફરોનો દિલ્લીમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ પર આરટી પીસીઆર ટેસ્ટ થશે.
  • હોળીનો કાર્યક્રમ ઘરની અંદર મનાવો.
  • જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન અનિવાર્ય છે.
ગળે મળવા અને હાથ મિલાવવાનુ ટાળો

ગળે મળવા અને હાથ મિલાવવાનુ ટાળો

  • સેનિટાઈઝરનો ઉપયોગ જરૂર કરો.
  • ગળે મળવા અને હાથ મિલાવવાનુ ટાળો.
  • 60થી વધુ ઉંમરના વ્યક્તિ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો હોળી પર ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળે.
  • પબ્લિક ગેધરિંગ પર પ્રતિબંધ.
  • બજારોમાં ભીડ ન થવી જોઈએ.

આસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાનઆસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાન

English summary
Holi 2021: Public celebrations banned in these states, UTs due to coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X