નિર્ભયાના દોષિતની દયા યાચિકા ગૃહ મંત્રાલય સુધી પહોંચી, રાષ્ટ્રપતિ લેશે આખરી નિર્ણય
પાટનગર દિલ્હીમાં 2012ની નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષીની દયા અરજી ગૃહ મંત્રાલય સુધી પહોંચી છે. આ અરજી દિલ્હી સરકાર દ્વારા નામંજૂર થયા બાદ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલય હવે આ અરજી રાષ્ટ્રપતિને મોકલશે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડ માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ અરજી પર અંતિમ નિર્ણય લેશે.
નિર્ભયા કેસના દોષી વિનય શર્માએ દયાની અરજી આપી છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારે ફગાવી દીધા પછી મળી છે. તેને ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવામાં આવશે. તિહાર જેલમાં બંધ તમામ દોષિતોમાંથી વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. જેની નકલ દિલ્હી સરકારને પણ મોકલી હતી. દિલ્હી સરકારે વિનય શર્માને કોઈ રાહત આપવાની ના પાડી દીધી છે.
દયાની અરજીને રદ કરતાં દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને લખ્યું કે તે ખૂબ જ ઘોર ગુનો છે જેમાં અરજકર્તાએ ઘણી દરીંદગી કરી હતી. આ એક એવો કેસ છે જેમાં ખૂબ જ કડક સજાની જરૂર પડે છે જેથી અન્ય લોકો આવા ગુના કરતા ડરે. હું તેને ખારીજ કરવાની ભલામણ કરૂં છું. આ કેસમાં બાકીના ત્રણ દોષિત અક્ષય, પવન અને મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી નથી. એકનું મોત નીપજ્યું છે. જ્યારે છઠ્ઠા સગીરની સજા પુરી થઇ છે.
આ કેસ ડિસેમ્બર 2012 નો છે. એક મિત્ર સાથે દિલ્હીની ખાનગી બસમાં ચઢેલી એક યુવતી સાથે એક સગીર સહિત છ લોકોએ ચાલતી બસમાં ગેંગરેપ કર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. હોસ્પિટલમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં કોર્ટે ચાર લોકોને ફાંસીની સજા આપી છે.
બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા