જુલાઈથી સ્કૂલ-કોલેજ ખુલવાના સમાચારોનું ગૃહમંત્રાલયે ખંડન કર્યું, કહ્યું- હજી ફેસલો નથી લીધો
જુલાઈથી સ્કૂલ-કોલેજ ખુલવાના સમાચારોનું ગૃહમંત્રાલયે ખંડન કર્યું, કહ્યું- હજી ફેસલો નથી લીધો
નવી દિલ્હીઃ કોરોના મહામારીને રોકવા માટે લાગૂ લૉકડાઉનને પગલે લગભગ ત્રણ મહિનાથી દેશમાં તમામ શિક્ષણ સંસ્થાન બંધ છે. આ દરમિયાન અહેવાલ સામે આવ્યા છે કે જુલાઈ મહિનામાં સ્કૂલ અને કૉલેજો ફરીથી ખોલવાનું સરકાર વિચારી રહી છે. ગ્રીન ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8માથી 12મા ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખેલવામાં આવી શકે છે. હવે ગૃહ મંત્રાલયે આવા પ્રકારના સમાચારોનું ખંડન કર્યું છે.

ગૃહ મંત્રાલય તરફથી પીઆઈબી દ્વારા મંગળવારે રાતે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલ અને કોલેજ ખોલવા પર હજી કોઈ ફેસલો લેવાયો નથી અને દેશભરની તમામ શૈક્ષણક સંસ્થાઓ ખોલવા પર હજી પણ રોક છે. પીઆઈબીએ ગૃહ મંત્રાલયના હવાલેથી જાણકારી આપી છે કે સ્કૂલોને ખોલવાના બધા સમાચાર કોટા છે. જણાવી દઈએ કે દેશભરમાં હોળઈ બાદથી જ શૈક્ષણિક સંસ્થાન બંધ છે.
મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે વૈશ્વિક મહામારી કોવિડ 19ના લૉકડાઉન બાદ જુલાઈમાં સ્કૂલ અને કોલેજો ખુલી શકે છે. જો કે શૈક્ષણિક સંસ્થાન ખુલવા પર પ્રાઈમરી કક્ષા સુદીના વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા પર પ્રતિબંધ સંભવ છે. શૈક્ષણિક સંસ્થાનો ખોલવા અને એન્ટરાન્સ એક્ઝામથી લઈ બોર્ડ પરીક્ષાની ઠીક પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો અંતર્ગત માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સેફ્ટી ગાઈડલાઈન તૈયાર કરી લીધી છે. જેમાં સ્કૂલ, કોલેજ, યૂનવર્સટીને લઈ અલગ અલગ ગાઈડલાન હશે.












Click it and Unblock the Notifications
