પોતાની બહેનું માથુ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો યુવક!

જે બહેનની રક્ષા કરવાની સોગંધ લીધી હતી, જે બહેને પોતાના ભાઇની રક્ષા માટે તેના હાથે રાખડી બાંધતી હતી તે જ બહેનનો શિરચ્છેદ કરતા ભાઇ જરાઇ ખચકાયો નહીં. આ એ ભાઇ છે, જેણે સમ્માન ખાતર પોતાની બહેનની બલી ચડાવી દીધી.
બહરાઇચના એસપી વિનય કુમાર યાદવે જણાવ્યું કે આ ઘટના રબીપુરના તાજપુર ગામની છે, જ્યાં 20 વર્ષીય યુવતી 50 વર્ષના આધેડના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેના ભાઇએ તેને આવું કરવાની ઘણી વખત ના કહી પરંતુ તે યુવતી એકની બે ના થતા તેના ભાઇએ આવેશમાં આવીને તેની હત્યા કરી નાખી.
જ્યારે યુવતી પોતાની જીદ પર અડી રહી ત્યારે પરિવારમાં વિવાદ વધી ગયો. વિવાદ વધતા યુવક રોષે ભરાયો અને ઘરમાં પડેલી કૂહાડીથી પોતાની બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જોકે પોતાની બહેનની હત્યા કર્યા બાદ ભાઇને અહેસાસ તો થયો પરંતુ તેને અફસોસ ના થયો. ઘરમાં રો-કકડ ચાલુ થઇ ગઇ પરંતુ તેની આંખમાં એક આંસુ ના આવ્યો.
બહેનનું ધડ ઘરમાં જ પડી રહ્યું અને યુવક તેની બહેનનું માથું લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલમાં નાખી દીધો છે. સોમવારે યુવકને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
