Video: ચાલુ ટ્રેનમાંથી પટકાઈ છોકરી, થયો ચમત્કારિક બચાવ
નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલાય લોકો દરવાજાની બાજુમાં ઉભા રહીને દ્રશ્યોનો આનંદ માણવાનું પસંદ કરતા હોય છે પરંતુ ક્યારેક આવી આદત જીવલેણ બની જતી હોય છે. ટ્રેન અકસ્માતના કેટલાય વીડિયો તમે જોયા પણ હસે, પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈ તમારા રૂવાટાં ઉભાં થઈ જશે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, છોકરીનો ચમત્કારિક બચાવ થયો છે.

તમે પણ ટ્રેનમાં આવું કરતા હોય તો ચેતી જજો
વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો છે. એક રિપોર્ટ મુજબ મુંબઈ લોકલની અડફેટે દરરોજ સરેરાશ 2-3 લોકો મૃત્યુ પામે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકલ ટ્રેનના દરવાજાની બાજુમાં ઉભેલી છોકરીના કાનમાં ઈયરફોન લગાવેલાં છે અને તે પોતાની જ ધુનમાં મસ્ત છે. ત્યારે જ કંઈક એવી ઘટના નબે છે જેને જોઈને એકવાર તો તમારી ચીખ નીકળી જશે. અચાનક જ બીજી ટ્રેન સામેથી આવતાં છોકરી પોતાનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પટકાય તે પહેલા જ કંઈક એવું થાય છે જેનાથી છોકરીનો જીવ બચી જાય છે.

છોકરીએ સંતુલન ગુમાવ્યું
છોકરી દરવાજાની બાજુમાં ઉભી હોય છે ત્યારે જ બાજુમાંથી એક ટ્રેન નીકળે છે. જેથી ચમકીને છોકરી પોતાનું સંતુલન ગુમાવી દે છે. આ છોકરી ટ્રેનમાંથી નીચે પડી જાય ચે ત્યારે જ તેની બાજુમાં ઉભેલો છોકરો કેવીક રીતે છોકરીને પકડીને ટ્રેનમાં પાછી ખેચી લે છે. ચાલુ ટ્રેને જેવી રીતે છોકરો આ છોકરીને બચાવે છે તે જોઈને તમે દંગ રહી જશો. અમુક ક્ષણ માટે છોકરી મોતના મો સુધી પહોંચી ગઈ હતી. છોકરાની બહાદુરી જોઈને સૌકોઈ દંગ રહી જાય છે.
|
જુઓ વીડિયો
અવારનવાર ચાલુ ટ્રેનમાં આવી ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય રીતે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી રહેલ શખ્સને બચાવવા બહુ અઘરું અને હિંમતભર્યું કામ હોય છે. છોકરીને પાછી ટ્રેનમાં ખેંચી લેવામાં આવે ત્યારે થોડી વાર તો તે કંઈ સમજી નથી શકતી કે તેની સાથે શું થઈ ગયું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેને જોઈ તમે પણ છોકરાની હિંમતને દાદ આપશો. અહીં જુઓ વીડિયો.
આ પણ વાંચો- પેટમાં થઈ રહી હતી પીડા, એક્સ-રે કરાવતા નીકળ્યો સ્ટીલનો ગ્લાસ