હવે WhatsApp પર બૂક કરો કોરોના રસી માટે સ્લોટ, જાણો કેવી રીતે બુકિંગ કરશો?

કોરોના વાયરસ રોગ (કોવિડ 19) સામે રસીકરણ માટે સ્લોટ બુકિંગની પ્રક્રિયા હવે વધુ સરળ બની ગઈ છે. હવે તમે WhatsApp દ્વારા પણ રસી સ્લોટ બૂક કરી શકો છો.

નવી દિલ્હી : કોરોના વાયરસ રોગ (કોવિડ 19) સામે રસીકરણ માટે સ્લોટ બુકિંગની પ્રક્રિયા હવે વધુ સરળ બની ગઈ છે. હવે તમે WhatsApp દ્વારા પણ રસી સ્લોટ બૂક કરી શકો છો. કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા માટે ભારત સરકારે ફેસબૂકની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. જે બાદ તમે દેશમાં ગમે ત્યાં રસી બૂક કરવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકો છો.

WhatsApp

આરોગ્ય મંત્રીએ કહ્યું - મિનિટમાં વોટ્સએપ પર રસી સ્લોટ બૂક કરો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે MyGovIndia અને WhatsApp વચ્ચે ભાગીદારી કરી છે. જેથી કોઈપણ વ્યક્તિ ફોન દ્વારા વોટ્સએપ દ્વારા રસીની એક ડોઝ માટે એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. તેની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારના રોજ ટ્વિટ કરીને લખ્યું કે, નાગરિક સુવિધાના નવા યુગનો માર્ગ મોકળો કરી રહ્યો છે. હવે તમારા ફોન પર મિનિટોમાં સરળતાથી COVID 19 રસી સ્લોટ બૂક કરો.

WhatsApp પર રસી માટે સ્લોટ કેવી રીતે બૂક કેવી રીતે કરશો?

  • સૌ પ્રથમ MyGov કોરોના હેલ્પડેસ્ક નંબર 919013151515 તમારા મોબાઇલમાં સેવ કરો
  • વોટ્સએપ 919013151515 આ નંબર પર 'Book Slot' લખીને મોકલો
  • જે બાદ તમને SMS દ્વારા 6 અંકનો OTP મળશે.
  • OTP ચકાસો આ નંબર પર મોકલો
  • તે પછી ચેટ દરમિયાન, તારીખ, સ્થાન (સ્થળ) પિન કોડ અને રસીનો પ્રકાર પસંદ કરો
  • જો સ્લોટ ખાલી હોય તો તમને સ્લોટ બૂકિંગ મેસેજ મળશે અને વોટ્સએપ પર કન્ફર્મ થશે.
  • જે બાદ રસીકરણ કેન્દ્ર પર જાઓ અને રસી મેળવો.
  • રસીનું પ્રમાણપત્ર વોટ્સએપ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે
WhatsApp

ઉલ્લેખનીય છે કે, તમે WhatsApp દ્વારા તમારું રસીકરણ પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપના સીઈઓ વિલ કેથકાર્ટે કહ્યું છે કે, અત્યાર સુધીમાં 3 મિલિયન લોકોએ વોટ્સએપ દ્વારા પોતાનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યું છે. સરકાર અને વોટ્સએપ બંને અપેક્ષા રાખે છે કે, વોટ્સએપ પર રસી સ્લોટ બૂકિંગની સુવિધા બાદ રસીકરણ અભિયાન વેગવંતુ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X