For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના વિરોધ પર ભાજપના નેતાઓનો જેડી(યૂ) પર 'હલ્લા બોલ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-cm
નવી દિલ્હી, 4 જાન્યુઆરી: વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પક્ષમાં ભાજપમાં અંદર-બહાર લાંબી જેટલી તેજ બની રહી છે, જેડી(યૂ) થી એટલી જ દૂરી વધતી જાય છે. રવિવારે ભાજપના નેતાઓ મુખ્તાર અબ્બાસ નકવી, કિર્તી આઝાદ, બલવીર પુંજ અને સીપી ઠાકુરે નરેન્દ્ર મોદીને લઇને વાંધો ઉઠાવનાર જેડી(યૂ) પર દિલ્હીથી માંડીને પટના સુધી પ્રહારો કર્યા છે.

દિલ્હીમાં પાર્ટીના ઉપાધ્યાક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ તો ત્યાં સુધી કહી દિધું કે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર સાધુ-સંત નક્કી નહી કરે તો શું આતંકવાદી હાફિજ સઇદ કરશે? અત્રે ઉલ્લેખનીય છે કે જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર સાધુ-સંત અને નાગા નક્કી કરશે નહી.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સાધુ, સંત અને સુફી સમાજ ભારતીય સમાજના માર્ગદર્શક રહ્યાં છે. તેમના જ આર્શિવાદથી વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તેમને આ મુદ્દે જેડી(યૂ)ના વિરોધ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે શું વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવા માટે હાફિજ સઇદ આવશે?

જેડી(યૂ) પર બીજા વાર ભાજપના સાંસદ કિર્તી આઝાદે કર્યો હતો. બિહારના દરભંગામાં કિર્તી આઝાદે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના પર જો જેડી(યૂ)થી સાથે ગઠબંધન તૂટી જશે તો જોયું જશે. જો કે તેમને આશા વ્યક્ત કરી છે કે આવું ન બને.

ભાજપના નેતા બલવીર પુંજે કહ્યું હતું કે વડાપ્રધાન દેશની જનતા નક્કી કરશે. તેમને કહ્યું કે કેટલાક દળો શાહી ઇમામ, મુલ્લા-મૌલવીઓના કહ્યા મુજબ ચાલે છે, તો પછી સાધુ-સંતોની સલાહ લેવામાં શું ખોટું છે. બિહારના નેતા સીપી ઠાકુરે જેડીયૂના વિરોધ પર સવાલ કર્યો હતો કે શું નરેન્દ્ર મોદી કોઇ બીજા દેશના આદમી છે?

અત્રે ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીના રોજ સંત સંમેલનની સાથે-સાથે વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક મંડળની બેઠક પણ થનારી છે. આમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં લાંબી કરવામાં આવશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ પણ 6 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં જવાના છે. માનવામાં આવે છે કે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના પક્ષમાં અંતિમ મોહર લગાવી શકે છે.

English summary
Shivanand Tiwari on Sunday asked how could "sadhus and Nagas" decide the PM candidate of the alliance they belong to, the BJP-led the NDA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X