For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ગલવાન સુધી પહોંચશે ભારતીય ટેંક, ભારત માટે કેટલો મહત્વનો શ્યોક-સેતુ?

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત તેની સરહદોને સુરક્ષિત કરવા માટે મોટા પગલા ભરી રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોથી ભારત તેની સરહદોને સુરક્ષિત કરવા માટે મોટા પગલા ભરી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સમર્થિત આતંરવાદીઓ તો બીજી તરફ ચાઈના સતત ભારતીય સરહદો પર વિવાદ છેડી રહ્યું છે ત્યારે હવે ભારતે એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. આનાથી ભારતીય સેના માટે ઘણી વસ્તુઓ આશાન થઈ જશે.

Shyok-Setu Bridge

ભારતે પુર્વી લદ્દાખમાં શ્યોક નદી પર બ્રિજનું બાંધકામ પુર્ણ કર્યુ છે. આ બ્રિજ રણનીતિક મોર્તા પર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ભારતીય સેના લાંબા સમયથી ગલવાન સુધી ટેન્ક પહોંચાડવા માટે મથામણ કરી રહી હતી ત્યારે હવે આ બ્રિજથી એ શક્ય બનશે. શ્યોક નદી પર બનેલો આ બ્રિજ 14 હજાર ફૂટની ઉંચાઈ પર બન્યો છે. DS-DBO પર તૈયાર થયેલા આ બ્રિજને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલ્લો મુક્યો હતો.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ પર 120 મીટર લાંબો શ્યોક-સેતુ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસ-70 બ્રિજ છે, એટલે કે 70 ટન સુધીના વાહનો અને ટેંક તેના પરથી સરળતાથી પસાર થઈ શકે છે. આ પ્રસંગે બોલતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ બ્રિજ વ્યૂહાત્મક મહત્વનો હશે, કારણ કે તે સશસ્ત્ર દળોને લોજિસ્ટિક્સ અને પરિવહન સુવિધાઓ પૂરી પાડશે.

DS-DBO લગભગ 255 કિમી લાંબો છે અને ડરબુકથી શ્યોક થઈને કારાકોરમ પાસ પાસે દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચે છે. આ રસ્તો ગલવાન ખીણમાંથી પસાર થાય છે. ઓક્ટોબર 2019માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શ્યોક નદી પર રિન્ચેન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.

શ્યોક નદી પર આ બ્રિજ બન્યા બાદ જ આ DS-DBO રોડ પૂર્ણ થયો હતો. આ રસ્તો લેહ-લદ્દાખથી અક્સાઈ ચીનને અડીને આવેલા વિસ્તારોમાંથી પસાર થાય છે. વ્યૂહાત્મક નિષ્ણાતોનું માનવું છે કે આ રોડ અને શ્યોક નદી પરના બ્રિજના નિર્માણથી ચીન ઉશ્કેરાયુ હતું અને મે 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસા એના જ કારણે થઈ હતી.

English summary
How important is Shyok-Setu Bridge for India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X