BSF, ITBP અને CRPF માં કેટલા મુસ્લિમ? જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે?
ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે અને તેમની દેશની વિવિધ બાબતોમાં ભાગીદારીને લઈને સવાલો થતા રહે છે. હાલમાં જ BSF, ITBP અને CRPF માં મુસ્લિમોની સંખ્યાને લઈને કેટલીક વિગતો સામે આવી છે.
લોકસભામાં BSF, ITBP અને CRPFમાં લઘુમતીની સંખ્યા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, મેરિટ આધારિત પસંદગીમાં ધર્મ કોઈ માપદંડ નથી.

જવાબમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દેશના દરેક નાગરિકને જાતિ, સંપ્રદાય, જનજાતિ કે અન્ય કોઈ પણ આધાર પર ભેદભાવ કર્યા વિના સેનામાં જોડાવાનો અધિકાર છે.
આમાં એકમાત્ર શરત એ છે કે ઉમેદવાર નિર્ધારિત ઉંમર, શારીરિક, તબીબી અને શૈક્ષણિક માપદંડો પૂરા કરે. આ ઉપરાંત આ જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવશે.
2018 માં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સમાં એક પણ મુસ્લિમ નથી. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં ભરતી મેરિટ પર આધારિત છે. તે સમયે ઓવૈસીએ કહ્યું કે, બહુલતા એ દેશની ઓળખ છે જે દરેક જગ્યાએ દેખાવી જોઈએ.
ઔવેશીએ સવાલ ઉઠાવ્યો કે NDA સરકારે કેન્દ્ર સરકારના ઉપક્રમોમાં મુસ્લિમોને રોજગાર આપવા માટે કંઈપણ નક્કર કર્યું નથી. CRPF, CISF, ITBP, જાહેર ક્ષેત્રની બેંકો, આ તમામ કેન્દ્ર સરકાર હેઠળ છે. હું ભારત સરકારને વિનંતી કરું છું કે કૃપા કરીને આંકડાઓ રજૂ કરો.












Click it and Unblock the Notifications
