Election Results 2019: દેશના મોટા અખબારોએ મોદીની જીતને કઈ રીતે કવર કરી

પીએમ મોદીની આ પ્રચંડ જીતને દેશની મીડિયાએ ઘણુ મહત્વ આપ્યુ અને પોત પોતાની રીતે કવર કર્યુ. એક નજર નાખીએ મેગા ચૂંટણીના મેગા રિઝલ્ટસ પર દેશભરના મીડિયાએ કઈ રીતે કવર કર્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંપર જીત સાથે સત્તામાં પાછા આવી ચૂક્યા છે. જ્યાં તેમણે વારાણસીમાં પોતાની વિશાળ જીત મેળવી તો તેમની પાર્ટી ભાજપને પણ આ ચૂંટણીમાં મહાવિજય મળ્યો છે. આનુ પરિણામ છે કે ભાજપની આગેવાનીવાળા એનડીએ મહાગઠબંધને 350 સીટો જીતીને ફરીથી મોદીને પીએમ અને કેન્દ્રમાં સરકાર બનાવવા તૈયાર છે. પીએમ મોદીની આ પ્રચંડ જીતને દેશની મીડિયાએ ઘણુ મહત્વ આપ્યુ અને પોત પોતાની રીતે કવર કર્યુ. એક નજર નાખીએ મેગા ચૂંટણીના મેગા રિઝલ્ટસ પર દેશભરના મીડિયાએ કઈ રીતે કવર કર્યુ છે.

હિંદુસ્તાન ટાઈમ્સ

હિંદુસ્તાન ટાઈમ્સ

લીડિંગ ઈંગ્લિશ ડેલી હિંદુસ્તાન ટાઈમ્સે ફ્રંટ પેજ પર ગરજતા પીએમ મોદીનો ફોટો લગાવ્યો છે. અખબારનું હેડિંગ કંઈક આ રીતે છે - NaMoMent નમો અને મોમેંટને જોડીને વાચકોને એક નવો શબ્દ આપ્યો છે. પોતાના આર્ટિકલમાં અખબારે એનડીએ, યુપીએ અને અન્ય પાર્ટીઓને મળેલી સીટોનો ઉલ્લેખ કર્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસ

ઈન્ડિયન એક્સપ્રેસ

બીજા એક અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે હેડિંગમાં મોદી 2.024 લખ્યુ છે. મેગા કવરેજમાં આ ન્યૂઝ પેપરે લખ્યુ છે, ‘પીએમ મોદી જે બહુમત સાથે સત્તામાં પાછા આવ્યા છે તે એવુ જ છે જેવુ 48 વર્ષ પહેલા ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા આવ્યા હતા.'

ધ ટેલીગ્રાફ

ધ ટેલીગ્રાફ

પોતાના હેડિંગ સાથે ઘણીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરનાર પશ્ચિમ બંગાળથી નીકળતા અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફ પણ આ મહાવિજયને નજરઅંદાજ ન કરી શક્યા. અખબારે ફ્રંટ પેજ પર પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો ફોટોગ્રાફ લગાવ્યો છે. બંને નેતા વિક્ટ્રી સાઈન બતાવતા નજર આવી રહ્યા છે. અખબારે આ સાથે જ હેડિંગ લગાવી છે - થંડર ઑફ મેજોરિટી.

ધ હિંદુ

ધ હિંદુ

અંગ્રેજી અખબાર ધ હિંદુએ પણ અભિવાદન કરતા પીએમ મોદી અને અમિત શાહના ફોટા સાથે જીતની વ્યાખ્યા કરી છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પોતાના ફ્રંટ પેજ પર લખ્યુ છે - ‘ચોકીદારનો ચમત્કાર.' અખબારે પોતાના આર્ટીકલમાં લખ્યુ છે, ‘આ ચૂંટણી પીએમ મોદી માટે હતુ અને તેમણે આને ઐતિહાસિક રીતે જીત્યો છે.'

દૈનિક ભાસ્કર

દૈનિક ભાસ્કર

હિંદી અખબારોની વાત કરીએ તો દૈનિક ભાસ્કરે પીએમ મોદીની વિજયી મુદ્રાવાળા એક ફોટોગ્રાફને પેજ વન પર જગ્યા આપી છે. ફોટા સાથે જ ભાજપની ટેગલાઈનને જ હેડિંગ બનાવીને લખ્યુ - ‘મિત્રો! મોદી છે તો શક્ય છે.' અખબારે હેડિંગ સાથે જ પીએમ મોદીના સંબોધનને પણ લખ્યુ છે જે ગુરુવારે પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યુ હતુ - હવે દેશમાં બે જ જાતિ બચશે, એક ગરીબ, બીજી ગરીબી દૂર કરનારી.

અમર ઉજાલા

અમર ઉજાલા

હિંદીના વધુ એક અગ્રણી અખબાર અમર ઉજાલાએ ભાજપના નેતૃત્વવાળી એનડીએની જીતનો બધો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. પીએમ મોદીના ફોટા સાથે માત્ર બે શબ્દ લખ્યા છે - ‘પ્રચંડ મોદી'. આ સાથે સીટોની સંખ્યા વિશે લખ્યુ છે.

પ્રભાત ખબર

પ્રભાત ખબર

બિહાર, ઝારખંડમાં ચાલતા અખબાર પ્રભાત ખબરે પીએમ મોદીનો જે ફોટો લગાવ્યો છે તેમાં તે પ્રણામ મુદ્રામાં છે. અખબારે હેડિંગમાં લખ્યુ છે - ‘મહાનાયક, મોદી લડ્યા, મોદી જીત્યા.'

નવભારત ટાઈમ્સ

નવભારત ટાઈમ્સ

નવભારત ટાઈમ્સે પીએમ મોદીનો મુકુટ પહેરેલ ફોટો લગાવ્યો છે જે બાહુબલી ફિલ્મના લીડ હીરો જેવા દેખાઈ રહ્યા છે. આમાં માત્ર બે શબ્દો લખ્યા છે - ‘અજેય મોદી' અખબારે બે સબહેડિંગ આપી છે - ‘મહાનાયક નરેન્દ્ર મોદીનું એક વાર ફરીથી મહાકમબેક' અને બીજા સબહેડિંગમાં લખ્યુ છે - ‘પીએમના કરિશ્માઈ નેતૃત્વએ અપાવી જીત'

દૈનિક જાગરણ

દૈનિક જાગરણ

દૈનિક જાગરણે પોતાના હેડિંગમાં લખ્યુ છે - ‘ફરીથી એક વાર મોદી સરકાર' અને અંદર અખબારે હેડિંગ આપ્યુ છે, ‘મોદી મેજિકથી વિપક્ષના ઉખડ્યા પગ'. અખબારે પીએમ મોદીના કાલના સંબોધનને સબહેડ બનાવીને લખ્યુ છે - ‘130 કરોડ હિંદુસ્તાનીઓએ આજે આ ફકીરની ઝોળી ભરી દીધી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X