Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે શીલા દીક્ષિત

આવો જાણીએ કે શીલા દીક્ષિતના નિધન બાદ તે પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે.

દિલ્લીમાં વિકાસનો એક નવો અધ્યાય લખનાર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિત રવિવારે પંચતત્વમા વિલીન થઈ ગયા છે. શીલા દીક્ષિતે જતા જતા દિલ્લીના લોકોને એક સંદેશ આપ્યો. વાસ્તવમાં શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર તેમની ઈચ્છા મુજબ સીએનજી પદ્ધતિથી કરવામાં આવ્યા. સીએનજીથી અંતિમ સંસ્કારમાં પ્રદૂષણ ઘણુ ઓછુ થાય છે. શીલા દીક્ષિતના નિધનથી તે દરેક તે વ્યક્તિ શોકમાં છે જેણે તેમના કાર્યકાળમાં દિલ્લીને નિખરતા જોઈ. 81 વર્ષની ઉંમર છતા શીલા દીક્ષિત દિલ્લી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. આવો જાણીએ કે શીલા દીક્ષિતના નિધન બાદ તે પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે.

આટલી સંપત્તિ છોડી ગયા છે શીલા દીક્ષિત

આટલી સંપત્તિ છોડી ગયા છે શીલા દીક્ષિત

શીલા દીક્ષિત સતત 15 વર્ષો સુધી દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા હતા. 2014માં તેમણે કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જો કે અમુક સમય બાદ તેમણે રાજ્યપાલના પદેથી રાજીનામુ આપી દીધુ અને દિલ્લીના રાજકારણમાં ફરીથી તે સક્રિય થઈ ગયા. 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ આપવામાં આવેલી માહિતી મુજબ શીલા દીક્ષિત પાસે કુલ 4 કરોડ, 92 લાખ, 85 હજાર રૂપિયાની સંપત્તિ હતી. આમાંથી તેમણે 2 કરોડ, 28 લાખ, 36 હજાર રૂપિયાના બૉન્ડ પણ ખરીદ્યા હતા. તેમની પાસે માત્ર એક મારુતિ એર્ટિગા કાર હતી. આ ઉપરાંત તેમની પાસે નવી દિલ્લીના નિજામુદ્દીન ઈસ્ટ વિસ્તારમાં 1 કરોડ, 88 લાખ, 23 હજાર રૂપિયાની કિંમતનું એક ઘર પણ હતુ.

વિકાસકાર્યો માટે વિરોધી પણ કરતા હતા પ્રશંસા

વિકાસકાર્યો માટે વિરોધી પણ કરતા હતા પ્રશંસા

તમને જણાવી દઈએ કે લાંબી બિમારી બાદ શનિવારે દિલ્લીની એસ્કોર્ટ હોસ્પિટલમાં શીલા દીક્ષિતનું નિધન થઈ ગયુ. એસ્કૉર્ટ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. અશોક સેઠ મુજબ, ‘તબિયત બગડ્યા બદા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ હતુ. બપોરે 3.15 વાગે ફરીથી તેમને હ્રદયરોગનો હુમલો કર્યો ત્યારબાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બપોરે 3 વાગે 55 મિનિટે તેમનુ નિધન થઈ ગયુ.' શીલા દીક્ષિતના નિધનના સમાચારથી કોંગ્રેસ શોકમાં છે. મુખ્યમંત્રી રહેતા શીલા દીક્ષિતે વિકાસ મામલે દિલ્લીની કાયાપલટ કરી દીધી હતી. તેમના કાર્યકાળમાં ઘણી એવી યોજનાઓ હતી જેના માટે વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા હતા.

પંજાબમાં જન્મેલા શીલા બન્યા યુપીની વહુ

પંજાબમાં જન્મેલા શીલા બન્યા યુપીની વહુ

ગયા વર્ષે ફેબ્રુઆરી 2018માં શીલા દીક્ષિતનુ પુસ્તક ‘સિટીઝન દિલ્લીઃ માય ટાઈમ્સ, માય લાઈફ' રિલીઝ થઈ, જેમાં તેમણે પોતાના જીવનની ઘણી મહત્વની વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પંજાબના કપૂરથલામાં એક પંજાબી પરિવારમાં જન્મેલા શીલા દીક્ષિતે દિલ્લી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધુ હતુ. અહીં તેમની મુલાકાત યુપીના ઉન્નાવના રહેવાસી વિનોદ દીક્ષિત સાથે થઈ. વિનોદ કોંગ્રેસના મોટા નેતા ઉમાશંકર દીક્ષિતના એકમાત્ર દીકરા હતા અને દિલ્લી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યા હતા. બંનેમાં દોસ્તી થઈ અને ચાર વર્ષની દોસ્તી બાદ બંનેએ સાથે જીવન વિતાવવાનો નિર્ણય કરી લીધો. વિનોદે શીલાને ડીટીસીની બસમાં સાથે જતા જતા પ્રપોઝ કર્યુ હતુ. પોતાના પુસ્તક ‘સિટીઝન દિલ્લીઃ માય ટાઈમ્સ, માય લાઈફ' માં શીલા દીક્ષિતો પોતાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કરતા લખ્યુ છે કે તેમને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે બે વર્ષ લાંબી રાહ જોવી પડી હતી.

ભારતીય પ્રશાસનિક સેવામાં રહ્યા શીલા દીક્ષિતના પતિ

ભારતીય પ્રશાસનિક સેવામાં રહ્યા શીલા દીક્ષિતના પતિ

આ પુસ્તકમાં શીલા દીક્ષિતે પોતાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કરતા લખ્યુ છે, ‘ઈતિહાસનો અભ્યાસ કરવા દરમિયાન મારી મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ અને તે મારા જીવનનો પહેલો અને અંતિમ પ્રેમ બન્યા. મારા ક્લાસના 20 છાત્રોમાં વિનોદ સૌથી અલગ હતા. લગભગ 6 ફૂટ લાંબા વિનોદ કોલેજમાં એક સારા ક્રિકેટર હોવા સાથે પોતાના દોસ્તો વચ્ચે ઘણા લોકપ્રિય હતા. એક દિવસ અમારા બે દોસ્તો વચ્ચે, જે એકબીજાને પ્રેમ કરતા હતા, કંઈ વિવાદ થઈ ગયો, જેને ઉકેલવામાં અમે બંનેએ ઉકેલવામાં મધ્યસ્થી કરી હતી અને એ દરમિયાન અમે એકબીજાને પસંદ કરી લીધા. ત્યારબાદ અમારા બંનેમાં દોસ્તી થઈ અને આ દોસ્તી લગ્ન સુધી પહોંચી. શીલા દીક્ષિતના પતિ વિનોદ ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ) ના અધિકારી રહ્યા હતા. 1982માં એક ટ્રેનની સફર દરમિયાન હાર્ટ એટેક આવવાથી તેમનુ નિદન થઈ ગયુ.'

‘કોંગ્રેસે પોતાની પ્રેમાળ દીકરીને ગુમાવી દીધી'

‘કોંગ્રેસે પોતાની પ્રેમાળ દીકરીને ગુમાવી દીધી'

હાલમાં જ 2019ની લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિત દિલ્લી ઉત્તર-પૂર્વ દિલ્લી સીટથી ચૂંટણી લડી હતી. જો કે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના નિધન પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘હું કોંગ્રેસ પાર્ટીની એક પ્રેમાળ દીકરી શીલા દીક્ષિતજીના નિધન વિશે સાંભળીને બહુ દુઃખી અને નિરાશ છુ, જેમની સાથે મે એક વ્યક્તિગત સંબંધ અનુભવ્યો. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને દિલ્લીના નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ, જેમને તેમણે નિસ્વાર્થ ભાવથી ત્રણ વાર સીએમ રહીને પોતાની સેવાઓ આપી.' વળી, તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘શીલા દીક્ષિતજીના નિધનથી તેમને ખૂબ દુઃખ થયુ. એક ઉર્જાવાન અને મિલનસાર વ્યક્તિત્વ સાથે તેમણે દિલ્લીના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યુ. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X