For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ ફાંસી આપનાર જલ્લાદને કેટલો પગાર મળે છે, જાણો

નિર્ભયા કેસઃ ફાંસી આપનાર જલ્લાદને કેટલો પગાર મળે છે, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના વસંત વિહાર ગેંગરેપ મામલામાં તિહાર જેલમાં બંધ ચારેય દોષિતોને ફાંસી આપવાની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે. ચારેય દોષિતોને અલગ-અલગ કોઠરીમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ સીસીટીવી કેમેરામાં તેમના પર નજર રાખવામાં આવી રહી છે. જેલ પ્રશાસને ફાંસી ઘરમાં ફાંસી આપવાની રિહર્સલ પણ પૂરી કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવામાં આવ્યા બાદ ચારેય દોષિતોને જેલમાં એક સાથે ફાંસી આપી દેવામાં આવશે. નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી આપવા માટે મેરઠના પવન જલ્લાદે પણ હામી ભરી દીધી છે. આવો જાણીએ કે ફાંસી આપનાર જલ્લાદને કેટલો પગાર મળે છે.

મહિને મળે છે આટલો પગાર

મહિને મળે છે આટલો પગાર

મેરઠના પવન જલ્લાદ મુજબ તેમનો પરિવાર લાંબા સમયથી ફાંસી આપવાનું કામ કરી રહ્યો છે. પવન જલ્લાદે જણાવ્યું કે તેમના પિતા, દાદા અને પરદાદા પણ ફાંસી આપવાનું જ કામ કરતા હતા. હાલ દેશમાં ફાંસી આપવા માટે માત્ર બે જ જલ્લાદ છે. પવન જલ્લાદે જણાવ્યું કે તેમને ફાંસી આપવાના બદલે માસિક 3000 રૂપિયા વેતન મળતું હતું, જે હવે વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. માસિક વેતન સિવાય જ્યારે કોઈ ગુનેગારને ફાંસી આપવામાં આવે છે તો તેના બદલામાં પણ થોડા પૈસા આપવામાં આવે છે. આતંકી કસાબને ફાંસી આપનાર જલ્લાદને પણ ફાંસીના બદલામાં 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટના આધારે જલ્લાદની નિયુક્તિ કરશે તિહાર પ્રશાસ

કોન્ટ્રાક્ટના આધારે જલ્લાદની નિયુક્તિ કરશે તિહાર પ્રશાસ

જણાવી દઈએ કે દિલ્હીની તિહાર જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે કોઈ જલ્લાદ નથી. ફાંસી માટે તિહાર જેલ પ્રશાસન કોઈ જલ્લાદની સ્થાયી નિયુક્તિ નહિ કરે, બલકે કોન્ટ્રાક્ટ બેસ પર કોઈ જલ્લાદની નિયુક્તિ કરશે. જેલના એક અધિકારીએ જણાવ્યું કે, અમારે ત્યાં જે ન્યાય વ્યવસ્થા છે, તેમાં દુર્લભથી પણ દુર્લભ મામલામાં જ મોતની સજા સંભળાવવામાં આવે છે, માટે સ્થાયી રીતે એક પૂર્ણકાલિન જલ્લાદને નિયુક્ત કરવાનો કોઈ મતલબ નથી. આ ઉપરાંત આવા પ્રકારના કામ માટે એક પૂર્ણકાલિન કર્મચારીની તલાશ કરવી પણ ભારે મુશ્કેલ છે.

પવન જલ્લાદ દોષિતોને ફાંસી આપી શકે છે

પવન જલ્લાદ દોષિતોને ફાંસી આપી શકે છે

અગાઉ તિહાર જેલમાં સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આપવામાં આવી હતી. તે સમયે પણ તિહાર જેલમાં જલ્લાદ નહોતો અને અફઝલને ફાંસી આપવા માટે જેલના જ એક કર્મચારીએ લીવર ખેંચવાની સહમતિ દર્શાવી હતી. અફઝલને ફાંસી આપતી વખતે તિહારની સુરક્ષા બહુ સખ્ત કરી દેવામાં આવી હતી. હવે નિર્ભયાના દોષિતોની ફાંસી નજીક આવતી જોઈ જેલના અધકારીઓએ અન્ય જેલોથી જલ્લાદોનો સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે તિહાર જેલ પ્રશાસન મેરઠના પવન જલ્લાદને ફાંસી આપવા માટે બોલાવી શકે છે.

ચારેય દોષિતો પર 24 કલાક દેખરેખ

ચારેય દોષિતો પર 24 કલાક દેખરેખ

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ તરફથી દોષિતોની દયા અરજી પર અંતિમ ફેસલો આવ્યા બાદ કોઈપણ દિવસે ચારેયને ફાંસી આપી દેવામાં આવી શકે છે. ચારેય દોષિતોને પણ આ વાતનો અહેસાસ છે કે તેમને જલદીમાં જલદી ફાંસી આપી દેવામાં આવશે. એવામાં જેલ પ્રશાસન સીસીટીવી કેમેરા દ્વારા ચારેય દોષિતો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. જેલ પ્રશાસને નિર્ભયાના ચારેય દોષિતોને અલગ-અલગ કોઠરીમાં રાખ્યા છે. કોઠરીમાં દરેક દોષિતની સાથે તેમની જ ઉંમરના બે-બે એવા કેદીઓ પણ રાખવામાં આવ્યા છે જેમનો વ્યવહાર જેલમાં સારો છે. જેલ પ્રશાસને આ કેદીઓને તેમની સાથે બંધ દોષિતોને સમજાવતા રહેવાની જવાબદારી સોંપી છે.

સાત વર્ષથી નિર્ભયાને ઈંસાફનો ઈંતેજાર

સાત વર્ષથી નિર્ભયાને ઈંસાફનો ઈંતેજાર

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ પોતાના ઘરે આવી રહેલ 23 વર્ષીય વિદ્યાર્થિની પર બસમાં ગેંગરેપના મામલામાં 6ને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક દિવસ બાદ વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું હતું અને લોકોએ રસ્તાઓ પર ઉતરી મહિલાઓની સુરક્ષાને લઈ વિરોધ પ્રદર્શન તેજ કર્યાં છે. દોષી ઠેરવવામાં આવેલ 6 લોકોમાંથી એક રામ સિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક દોષી સગીર હતો. હાલમાં જ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને તેને સળગાવી નાખવાની ઘટના બાદ નિર્ભયાના દોષિતોને જલદીમાં જલદી ફાંસીએ લટકાવી દેવાની માંગ ઉઠી રહી છે.

નિર્ભયાના દોષી આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે, જારી થશે ડેથ વોરન્ટનિર્ભયાના દોષી આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે, જારી થશે ડેથ વોરન્ટ

English summary
How Much Salary Does hangman Get for execution of punishment, know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X