Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શાહરૂખ, સલમાનની દહીં હાંડીમાં હાજરી આપવાની ફી અંગે ખુલાસો

જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં મોટાપાયે ઉજવાય છે. ખાસ કરીને મુંબઈ જેવા મોટા શહેરોમાં દહીં હાંડીના કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવે છે. મુંબઈ માયાનગરી છે, બોલીવુડના સ્ટાર્સનો અહીં જમાવડો હોય છે.

ત્યારે જન્માષ્ટમી મહોત્સવના અનેક કાર્યક્રમો દરમ્યાન બોલીવુડ સ્ટાર્સ પણ ઘણી જગ્યાએ હાજરી આપતા હોય છે, પણ એમ ના માનતા કે આ સ્ટાર્સ મફતમાં આ કાર્યક્રમોમાં હાજરી આપે છે. નાના પડદાના સ્ટાર્સથી લઈને મોટા બોલીવુડ સુપર સ્ટાર્સ જન્માષ્ટમી મહોત્સવના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે લાખોની ફી વસુલતા હોય છે. જો કે તેમની હાજરીથી જન્માષ્ટમીના ઉત્સવો મોટા ઉત્સવમાં બદલાઈ જાય છે.

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ બોલીવુડ સ્ટાર્સના મોટા પ્રમાણમાં ફેન્સ છે. અને ઉત્સવના આયોજકો તેમના સ્ટારડમને ખરીદે છે, અને આ તમામ સ્ટાર્સ માત્ર 10-20 મિનીટ હાજરી આપવા માટે જે ફી વસુલે છે, તેની જાણકારી અમને પ્રાપ્ત થઈ છે, જે અમે તમારી સાથે શેર કરી રહ્યાં છીએ.

આવો જાણીએ જન્માષ્ટમીના મહોત્સવમાં હાજરી આપવા માટે કયા સ્ટાર્સ કેટલી ફી વસુલે છે..........

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દિકી

જાણકારી મળી રહી છે કે જન્માષ્ટમીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે નવાઝુદ્દીને 5 લાખથી 15 લાખ રૂપિયા ચાર્જ કર્યાં છે.

રવિના ટંડન

રવિના ટંડન

રવિના ટંડને દહીં હાંડીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે 5 લાખથી 15 લાખની ફી વસુલી છે.

શીલ્પા શેટ્ટી

શીલ્પા શેટ્ટી

મુંબઈમાં આયોજીત જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે ધન કુબેર રાજ કુન્દ્રાની પત્નિ શીલ્પા શેટ્ટીએ પણ 5થી 15 લાખ રૂપિયા થોડી મિનીટ હાજર રહેવા માટે ચાર્જ કર્યા છે.

વરૂણ-શ્રદ્ધા

વરૂણ-શ્રદ્ધા

આ રેસમાં બોલીવુડમાં હજી જમાવટ કરી રહેલા સ્ટાર્સ વરૂણ અને શ્રદ્ધાએ પણ 15થી 30 લાખ રૂપિયા જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે વસુલ્યા છે.

સિદ્ધાર્થ મલહોત્રા-આલિયા ભટ્ટ

સિદ્ધાર્થ મલહોત્રા-આલિયા ભટ્ટ

એવું જ કઈંક સિદ્ધાર્થ અને આલિયાનું પણ છે. આ બંનેએ પણ 15થી 30 લાખ રૂપિયા જેટલી રકમ જન્માષ્ટમી મહોત્સવના આયોજકો પાસેથી વસુલી છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

હવે વાત કરીએ બોલીવુડમાં પોતાનો એક્કો જમાવી બેઠેલા શાહિદ કપૂરની તો જાણકારી મળી રહી છે કે જનાબે જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે આયોજકો પાસેથી 30થી 80 લાખ રૂપિયા લીધા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

વેલ ફેશન ક્વીન સોનમ કપૂર પણ આ રેસમાં ક્યાં પાછળ છે. થોડી મિનીટની હાજરી માટે આ અભિનેત્રીને 30થી 80 લાખની ફી ચૂકવવામાં આવી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

વેલ વેલ વેલ, રણબીર કપૂરે પણ જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે 30થી 80 લાખ રૂપિયા ફી લીધી છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

હમ ભી હૈ રેસ મેં....ગોર્જીયસ દિપીકાએ પણ પોતાની સ્ટારડમને આ મહોત્સવમાં કેશ કરી જ લીધી. આયોજકોએ દિપીકાની હાજરી માટે પણ 30થી 80 લાખ ચૂકવ્યાં છે.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન

Now come on some big....ઋત્વિક રોશને જન્માષ્ટમી મહોત્સવમાં હાજર રહેવા માટે કેટલીક જગ્યા પર 80 લાખથી એક કરોડ જેટલી ફી લીધી છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્કીને પણ જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે આયોજકોએ 80લાખથી 1 કરોડની ફી ચૂકવી છે.

આમીર ખાન

આમીર ખાન

આમીરખાને પણ જન્માષ્ટમી મહોત્સવમાં હાજરી આપવા માટે કેટલીક જગ્યા પર 80 લાખથી 1 કરોડ રૂપિયાની ફી વસુલી છે.

સલમાન ખાન

સલમાન ખાન

આ બધામાં ભાઈજાન પણ ક્યાં પાછળ છે. સલમાન ખાને પણ કૃષ્ણ જન્મોત્સવમાં પોતાની સ્ટારડમને કેશ કરતા આયોજકો પાસેથી 80 લાખથી 1 કરોડની રકમ લીધી છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાને પણ જન્માષ્ટમીમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે 80 લાખથી 1 કરોડ રૂપિયાની ફી વસુલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X