For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના થયો હોય તેમણે 6 મહિના સર્જરી કરાવવી નહીં, ICMRએ કેમ આપી આવી સલાહ

કોરોના થયો હોય તેમણે 6 મહિના સર્જરી કરાવવી નહીં, ICMRએ કેમ આપી આવી સલાહ

|
Google Oneindia Gujarati News
  • લક્ષણો ન દેખાયા હોય તેવા કોવિડ દર્દીઓની સર્જરી માટે 4 અઠવાડિયા ઇંતેજાર કરવો જોઈએ
  • હળવા લક્ષણોવાળા કોવિડ દર્દીઓએ 6 અઠવાડિયા સુધી અંતેજાર કરવો જોઈએ
  • ગંભીર બીમારી વાળા દર્દીઓએ 8થી 10 અઠવાડિયા સુધી સર્જરી ન કરવી જોઈએ
  • કોવિડના કારણે જે દર્દીઓએ ICUમાં રહેવું પડ્યું હોય તેમણે 12 અઠવાડિયાનો ઇંતેજાર કરવો જોઈએ

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ટાસ્ક ફોર્સ ફૉર કોવિડ 19ના નિષ્ણાંતોએ કોરોનાથી સાજા થયેલા દર્દીઓને ઓછામા ઓછી 6 મહિના સુધી સામાન્ય સર્જરી ન કરાવવાની સલાહ આપી છે, જેથી તેઓ તેજીથી સ્વસ્થ થઈ શકેય.એટલું જ નહિ, કોઈપણ સર્જરી માટે આરટી-પીસીઆર રિપોર્ટની પણ જરૂર પડે છે, પરંતુ એક્સપર્ટનું મંતવ્ય છે કે 102 દિવસમાં આ ટેસ્ટ ફરીથી કરાવવા પર રિપોર્ટ પોઝિટિવ પણ આવી શકે છે, કેમ કે મરેલો વાયરસ શરીરમાં હાજર હોય શકે છે, જેનાથી અલગ પ્રકારની ચિંતા પેદા થઈ શકે છે. માટે નિષ્આંતોએ ઈમરજન્સી સર્જરી અને નૉન ઈમરજન્સી સર્જરી માટે અલગ અલગ સલાહ આપી છે અને સાથે જ કોવિડના અલગ-અલગ લક્ષણો વાળા દર્દીઓ માટે પણ સર્જરી કરાવવા માટે અલગ-અલગ સમય માટે ટિપ્સ આપી છે.

102 દિવસમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવી શકે

102 દિવસમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવી શકે

ICMR અને નેશનલ ટાસ્ક ફોર્સ ફૉર કોવિડ 19ના એક્સપર્ટ્સ મુજબ કોવિડ બાદ જો વ્યક્તિ નૉન-અર્જન્ટ અથવા ઈલેક્ટિવ સર્જવી કરાવવા માંગે છે તો સર્જન તે પહેલાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેશે. પરંતુ એ દરમિયાન ભલે વ્યક્તિ કોવિડથી સાજો થઈ ગયો હોય પરંતુ તેના શરીરમાં વાયરસનો મૃત ભાગ હાજર હોય શકે છે, જે નુકસાનકારક તો નથી હોતો, પરંતુ તેને પગલે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. જ્યારે કોવિડના બીજીવાર ઈન્ફેક્શનની વાત 102 દિવસ બાદની તપાસથી જ કન્ફર્મ થઈ શકે છે. માટે સંક્રામક બીમારીના નિષ્ણાંત સંજય પુજારીએ ટીઓઆઈ સાથેની વાતચીતમાં સલાહ આપી કે વધુ જરૂરી ન હોય તો આવી સર્જરી 102 દિવસ બાદ જ કરવી જોઈએ.

કોવિડ દર્દીઓની સર્જરીમાં ખાસ સાવધાની જરૂરી

કોવિડ દર્દીઓની સર્જરીમાં ખાસ સાવધાની જરૂરી

જો કે, ઈમરજન્સી સર્જરીના મામલામાં પછી તે કોવિડ દર્દીની વાત હોય કે તેનાથી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોના એક્સપર્ટે તેને તત્કાલ તમામ સાવધાનીઓ સાથે કરાવવાની સલાહ આપી હોય. ડૉક્ટર પુજારીએ કોવિડથી બહાર આવી ચૂકેલા લોકોની સર્જરી પહેલાની તપાસમાં કેટલીક ખાસ ચીજોના મહત્વ પર ખાસ જોર આપ્યું છે. એટલે કે, તેમણે કાર્ડિયોપલ્મોનરી સિસ્ટમ પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી છે. તેમના મુજબ જે દર્દીઓને કોવિડ થયો હોય, તેમનામાં થાક, શ્વાસમાં કમી અને છાતીમાં દુખાવાના લક્ષણો રહેવા સામાન્ય છે. આ લક્ષણ તપાસના 60 દિવસથી પણ વધુ સમય સુધી હાજર રહી શકે છે. તેમણે ઓપરેશન પહેલાં અમેરિકન સોસાયટી ઑફ એનેસ્થેસિયોલોજીની ગાઈડલાઈન મુજબ રિસ્ક એસેસમેન્ટની પણ એડવાઇઝ આપી છે.

102 દિવસ પહેલાં તપાસ કરાવવી સમયની બરબાદી જ છે

102 દિવસ પહેલાં તપાસ કરાવવી સમયની બરબાદી જ છે

કેટલાક ડૉક્ટર્સે તો ત્યાં સુધી સલાહ આપી છે કે કોવિડથી સાજા થયેલા લોકોની 102 દિવસમાં ફરીથી તપાસ કરાવવી સમયની બરબાદી છે અને તેનાથી ચિંતા જ વધે છે.

English summary
how much time to wait for surgery for those who recovered from coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X