• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રસપ્રદ કંટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં ટેક્નોલોજી ઉપયોગીઃ ઉમંગ બેદી

|

નવી દિલ્હીઃ ન્યૂઝ હંટ ડેલીહંટના પ્રેસિડન્ટ ઉમંગ બેદીએ કહ્યું કે ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પાછલા 10 વર્ષમાં તેજીથી વધી છે, સાથે જે દેશના લોકોમાં સમાચાર પ્રત્યે તેમની દિલચસ્પીમાં પણ ભારે બદલાવ આવ્યો છે. બેદીએ આ વિશે વિસ્તારથી જણાવ્યું કે હાલમાં યૂઝર્સ કંટેન્ટ પ્રત્યે કેવી રીતે વિકસિત થયા છે, જેમણે સમાચાર અને ડિઝિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવતી ટેક્નોલોજીનો ઉપયોગ કરી બિઝનેસ માટે નવી રણનીતિ તૈયાર કરવા માટે પ્રેરિત કર્યા છે.

CNBC TV 18ને આપેલ એક ઈન્ટર્વ્યૂમાં ઉમંગ બેદીએ કહ્યું કે ડેલીહંટની રણનીતિ, ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડીપ પર્સનલાઈઝેશનની સાથે પ્રાદેશિક ભાષાઓમાં યોગય અને સાચા સમાચાર સામગ્રી પ્રદાન કરવાનો છે. તેમણે કહ્યું કે એમ કહેવું યોગ્ય નહી હોય કે ડેલીહંટ માત્ર એક કંટેન્ટ એગ્રીગેટર છે, બલકે તે ભારત માટે કંટેન્ટ ડિસ્કવરીની જેમ છે. તેમણે કહ્યું કે એમ કહેવું અયોગ્ય હશે કે અમે એક એગ્રીગેટર છીએ, અમે તેનાથી પણ આગળ નીકળી ચૂક્યા છીએ. કેમ કે જ્યારે તમે કંટેન્ટના સોર્સ વિશે વિચારો છો તો અમે મોટા સંગઠનો સાથે કામ કરીએ છીએ. જે લગભગ 1500 છે. અમે 15000 જેટલા પ્રફેશનલી જનરેટેડ કંટેટ ક્રિએટર સાથે કામ કરે છે.

તેમણે કહ્યું કે ડેલીહંટમાં યૂઝર્સની ગોપનીયતાની સાથે સમજૂતી કર્યા વિના અમે યૂઝર્સ માટે ડીપ પર્સનલાઈઝેશન ઉપલબ્ધ કરાવીએ છીએ. તેમણે કહ્યું કે ડેલીહંટનું કંટેન્ટ યૂઝર તરફથી તૈયાર કરવામાં આવેલી સામગ્રી નથી. આ પ્રોફેશનલી તૈયાર કરવામાં આવેલ કંટેન્ટ છે. તેમણે કહ્યું કે ન્યૂઝ ઈનપુટ માટે અમારી પાસે ભારતભરમાં 10,000 સ્ટિંગર્સ છે, જે અમને સમાચાર સામગ્રી આપે છે. 15-15 વિવિધ ભાષાને સાથે લઈ અમે યૂઝર્સની ગોપનીયતા અને જાણકારીથી સમજૂતી કર્યા વિના ડીપ પર્સનલાઈઝેશન કરી શકવાની ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ. હવે અણે અમારા કંટેન્ટને ક્યૂરેટ કરવાનું પણ શરૂ કરી રહ્યા છીએ. અમે સ્ટૂડિયોઝ બનાવી રહ્યા છીએ અને આગળ જઈને શો પણ લાવી રહ્યા છીએ. જ્યારે તેમને કંટેન્ટ ક્રિએટિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી પાસે પબ્લિશર્સ તરીકે Oneindia જેવી મોટી બ્રાન્ડ છે જેને ડેલીહંટે એક્વાયર્ડ કરી છે અને આ એડિટોરિયલ ટીમ અમારા માટે સ્પેશિયલ કંટેન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે.

ટેક્નોલોજીનો પ્રભાવી ઢંગથી કઈ રીતે ઉપયોગ થઈ શકે?

આ સવાલના જવાબમાં ઉમંગ બેદીએ કહ્યું કે અમે એક પ્લેટફોર્મ છીએ, ન કે કંટેટ કંપની. એક પ્લેટફોર્મને લઈ તમે ચકિત થશો પરંતુ સીખવું કેવી રીતે છે એ એલ્ગોરિધ્મ અને મશીન લર્નિંગ ફેસલો કરે છે. તેમણે કહ્યું કે ડેલીહંટને 15 વિવિધ ભાષાઓમાં કંટેન્ટ મળે છે તો અમે આ વાત ચકાસણી કરીએ છીએ કે કંટેન્ટમાં શું છે, અમે હેડલાઈન જોઈએ છીએ, લેખ અને ન્યૂઝ જેવી સામગ્રી જોઈએ છીએ, વીડિયો જોઈએ છીએ. તે બાદ વીડિયોને ઈમેજમાં બદલીએ છીએ અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે તેની શૈલી શું છે, ઉંડાઈ કેવી છે, શું તે ટેક્નોલોજીનો આર્ટિકલ છે? શું તે મોબાઈલ ફોન પર છે? કે પછી આ બે ઓછા બજેટવાળા મોડેલની સરખામણી કરી રહ્યો છે? તે બાદ અમે પ્રાદેશિક ભાષાઓમાં જરૂરત મુજબ કંટેન્ટના ટેગ ક્રિએટ કરીએ છીએ અને અમે તેને 25000થી વધુ વિવિધ રસપ્રદ ગ્રુપોમાં નાખીએ છીએ, જે 75થી વધુ એલ્ગોરિધ્મ પર 5-6 વર્ષના મશીન લર્નિંગ ડેટા પર આધારિત છે.

આગળ તેમણે કહ્યું કે એક મશીન યૂઝર્સના અનુભવને વધારવામાં મદદ કરી છે, પણ તેમણે કહ્યું કે એક કંટેન્ટ ગ્રાફ વિવિધ વાતોને ધ્યાનમાં રાખે છે. તેમણે આગળ કહ્યું કે રિયલ ટાઈમમાં જ્યારે કોઈ યૂઝર્સ આવે છે તો અમને એક કંટેન્ટ ગ્રાફ મળે છે, જે કંટેન્ટની ઉપયોગીતામાં સતત સુધારો કરાયો છે. અહ્યાં સુધી તે યૂઝરને કેવીક રીતે કંટેન્ટ જોઈએ અને તે કોઈ કંટેન્ટ પર ક્લિક કરે છે, કેટલો સમય વિતાવે છે, શું પસંદ છે અને શું પસંદ નથી તેના સંકેત મળે છે, સાથે જ શેર અને ટિપ્પણી પણ મળે છે. તેના આધાર પર અમે એક સમાચાર ફીડ તૈયાર કરે છે.

ફેસબુક મોડેલથી કઈ રીતે અલગ?

પહેલી વાત ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ નેટવર્કમાં તમારું પર્સનલાઈઝેશન હોય છે. જેના આધાર પર દરેક યૂઝરું એક સોશિયલ ગ્રુપ હોય છે, માટે તેઓ તમારા વિશે કંઈક જાણે છે. પરંતુ અમારે ત્યાં કંટેન્ટની રણનીતિ જ એ છે કે તમારે ઓળખ બતાવવાની નથી હોતી અને તમારે સાઈન ઈન કરવાની જરૂર પણ નથી હોતી. અમે એક એવી કંટેન્ટ ફીડ તૈયાર કરીએ છીએ જેમાં કોઈની પણ ઓળખ છતી નથી થતી. બાકી મશીન એમ જણાવે છે કે દેશ દુનિયામાં કયા કયા હૉટ ટોપિક અથવા અપડેટ ટ્રેંડિંગ થઈ રહ્યા છે.

પછી તે જીએસટી હોય, નોટબંધી હોય અથવા 2019ની થનાર ચૂંટણી હોય. દરેક પબ્લિશર જેનાથી અમે કંટેન્ટ પબ્લિશ કરીએ છીએ તેનો કોઈને કોઈ બાજુ ઝુકાવ હોય શકે છે. કોઈ વામપંથી, કોઈ દક્ષિણપંથી તો કોઈ સેન્ટર પરંતુ અમે ડેડ સેન્ટર અને ન્યૂટ્રલ છીએ. અમે એવા ડિસ્ટિનેશન ઝોન બનાવીએ છીએ, જેમાં કોઈ યૂઝર જો કોઈ ખાસ સામગ્રી વાંચવાનું પસંદ કરે છે તો અમે તેને બીજા પબ્લિશરના બીજા પાસાના કંટેન્ટ સાથે પણ મિક્સ કરી દઈએ છીએ જેથી તેને કોઈ વિષયના બધાં પાસાં વાંચવા કે જોવા મળે.

ભવિષ્યની યોજના

ડેલીહંટની ભવિષ્યની યોજના પર વાત કરતાં ઉમંગ બેદીએ કહ્યું કે અમે ટીવી પ્લેટફોર્મ પર આવી રહ્યા છીએ. અમે 30-40 ચેનલ લૉન્ચ કરી ચૂક્યા છીએ જે આગામી દિવસોમાં 543 સુધી જશે જે દેશના દરેક લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. અમે એ સુનિશ્ચિત કરવા માટે અતિ સાવધાન છીએ કે કંટેન્ટમાં સંપાદકીય પૂર્વાગ્રહ ક્યાંય જોવા ન મળે. આ કંટેન્ટ સ્ટ્રિંગર્સ અને મોટા પ્રકાશકોનો હશે, અમને સામગ્ર દ્રષ્ટિકોણ આપશે. વાસ્તવમાં આ અમારા ટીવી કેમ્પેઈનનો પણ ભાગ છે જે હાલ ટેલિવિઝન પર જોવા મળી રહ્યા છે.

ફેક સમાચારો પર અંકુશ લગાવવા પર

ફેક ન્યૂઝ આજે એક બહુ મોટો ખતરો છે. ક્યાંથી શરૂ થાય છે આ ફેક ન્યૂઝ? તેના પર ઉમંગ બેદીએ કહ્યું કે આ કાંતો ફેક છે કાં પછી પ્રોપોગેન્ડા છે. અથવા તો આની શરૂઆત એક યૂઝરથી થાય છે માટે અમે યૂઝર જનરેટેડ કંટેન્ટ પ્રોવાઈડ કરાવીએ છીએ. જેટલા પણ કંટેન્ટ આવે છે તમામ એડિટોરિયલ રિવ્યૂથી પસાર ઝાય છે. આના માટે અમારી કંપની ડેલીહંટમાં અમારા 450 લોકો છે જ્યારે 400 લોકોની વનઈન્ડિયાની એડિટોરિયલટીમ છે જે કંટેન્ટનું સંપાદન કરે છે. માટે અમને અમારા કંટેન્ટ પર પૂરો ભરોસો હોય ચે કે જે પણ કંટેન્ટ આવી રહ્યું છે તે ભરોસાલાયક સોર્સથી પૂરી તપાસ બાદ જ આવી રહ્યું છે.

કેટલીય વખત મોટા પબ્લિશર્સના કંટેન્ટની પણ ફેક ન્યૂઝ તરીકે ફરિયાદ સામે આવે છે. તો ત્યાં અમે ત્રણ કામ કરીએ છીએ. અમે પબ્લિશર્સ ક્વૉલિટી સ્કોર અને દરેક આર્ટિકલ માટે કંટેન્ટ ક્વૉલિટી સ્કોર કરાવીએ છીએ. જો ફેક ન્યૂઝ છે એમ કહીને યૂઝર બે ફ્લેગ લગાવે છે તો અમે મેન્યુઅલી ચેક કરીએ ચીએ અને સીધા જ પબ્લિશર સાથે વાત કરીએ છીએ. સૌથી મહત્વની વાત એ છે કે રાજનીતિ સાથે જોડાયેલ કંટેન્ટ અમે નાના પબ્લિશર પાસેથી નથી લેતા, અમે તેને પીજીસી પબ્લિશરથી નથી લેતા જ્યાં સુધી કોઈ સ્ટ્રિંગર જે અમારા માટે કામ નથી કરતા. અમે માત્ર મોટા અને સ્થાપિત પબ્લિશર્સથી જ આવા પ્રકારનું કંટેન્ટ લઈએ છીએ જેની પોતાની ખુદની એક પ્રતિષ્ઠા હોય છે.

English summary
How technology is helping provide 'personalised' news feed, content: Dailyhunt's Umang Bedi explains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X