અમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ
ઈમરાનની માનીએ તો તે અભિનંદનની મુક્તિ ‘શાંતિનું પ્રદર્શન' કરવાના હેતુથી ઉઠાવી રહ્યા છે. પરંતુ ક્યાંકને ક્યાંક ઈમરાન પર પડેલા દબાણે તેમને આ કરવા માટે મજબૂર કરી દીધા.
ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના દેશની સંસદમાં એ વાતનું એલાન કર્યુ કે તેમના કબ્જામાં જે એક ભારતીય પાયલટ છે તેને શુક્રવારે મુક્ત કરવામાં આવશે. ઈમરાનની માનીએ તો તે આ પગલું 'શાંતિનું પ્રદર્શન' કરવાના હેતુથી ઉઠાવી રહ્યા છે. પરંતુ ક્યાંકને ક્યાંક ઈમરાન પર પડેલા દબાણે તેમને આ કરવા માટે મજબૂર કરી દીધા. ન્યૂઝ ચેનલ એનડીટીવી તરફથી આપેલી જાણકારી મુજબ અમેરિકા, યુએઈ અને સાઉદી રબે પાકિસ્તાન પર ખાસ્સુ દબાણ કર્યુ હતુ. અત્યાર સુધીમાં ભારત સરકારનું આના પર પણ કોઈ અધિકૃત દબાણ આવ્યુ નથી પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે દબાણમાં ઈમરાને અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો.

ટ્રમ્પે આપ્યો હતો ઈશારો
ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિયેતનામની રાજધાની વિયેતનામથી એ વાતનું એલાન કર્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વહેલી તકે ખતમ થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે બંને દેશો તરફથી કોઈ સકારાત્મક સમાચાર જલ્દી આવી શકે છે. આ નિવેદનથી ઘણા લોકોને આ સંકટમાંથી નીકળવાનો અંદાજો થઈ ગયા હતા. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) સાથે ગુરુવારે જ લગભગ 25 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં યુએઈ અને સાઉદી અરબે પણ એક મહત્વની ભૂમિકા ભજવી. બંને દેશ ભારતના મહત્વના રણનીતિક ભાગીદાર છે. યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ જાયદે સાંજે ટ્વીટ કર્યુ, 'ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ફોન કર્યો છે. બંને સાથે વાતચીતમાં એ વાત પર જોર આપવામાં આવ્યુ છે કે હાલમાં જે ઘટનાક્રમ થયા છે તેને ઉકેલવા માટે વાતચીત અને પરસ્પર સંપર્કને પ્રાથમિકતા આપવામાં આવે.' આજે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અબુ ધાબીમાં ઓર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક (ઓઆઈસી)ને સંબોધિત કરશે.
ન ચાલ્યો પાકિસ્તાનનો દાવ
આ ભારત માટે પહેલો મોકો છે જ્યારે ભારતને આ કાર્યક્રમ માટે ગેસ્ટ ઑફ ઑનર તરીકે બોલાવવામાં આવ્યા છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણકે ઓઆઈસી હંમેશા કાશ્મીર પર પાકિસ્તાનના વલણનું સમર્થન કરતુ આવ્યુ છે. પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ વાતથી ખાસ્સા નારાજ હતા અને તેમણે ઓઆઈસીને અનુરોધ કર્યો હતો કે તે ભારતને આમંત્રિત ન કરે. જે ત્રીજો દેશ હતો તે છે સાઉદી અરબ જેણે હાલમાં જ સાર્વજનિક રીતે પુલવામા હુમલા બાદ તણાવ ઓછો કરવા માટે એક મહત્વનું નિવેદન આપ્યુ હતુ. સાઉદી અરબના વિદેશ મંત્રી અબ્દેલ અલ જુબેરી શુક્રવારે ઈસ્લામાબાદ જશે. જુબેર પાકિસ્તાનને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એટલે કે એમબીએસનો એક ખાસ સંદેશ આપશે. આ સાથે સાઉદીના રાજદૂતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત બીજા દેશ બ્રિટન, ફ્રાંસ અને રશિયાએ પણ ભારત, પાકિસ્તાનને સંયમ જાળવવાની અપીલ કરી અને આમાં ચીને પણ શામેલ હતુ.












Click it and Unblock the Notifications
