Lok Sabha Election 2024 : 10 દિવસમાં અચાનક કેવી રીતે તૈયાર થયો બીજેપીનો મેનિફેસ્ટો? કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસના ગંભીર સવાલો બાદ બીજેપીએ તેનો મેનિફેસ્ટો જારી કરી દીધો છે. હવે મેનિફેસ્ટો જારી કર્યા બાદ પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે.

bjp menifesto

મોદીની ગેરંટી ટેગલાઇન સાથે બહાર પાડવામાં આવેલ મેનિફેસ્ટો વિકસિત ભારત 2047 પર કેન્દ્રિત છે. વિપક્ષે બીજેપીના આ ઢંઢેરાને લઈને સવાલો ઉઠાવ્યા છે.

રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે, 140 કરોડની વસ્તીવાળા આટલા મોટા દેશનો મેનિફેસ્ટો 10 દિવસમાં કેવી રીતે બન્યો? તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદીની આ ગેરંટી સંપૂર્ણ નિષ્ફળ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપના મેનિફેસ્ટો પર વિશ્વાસ ન કરવો જોઈએ. પીએમ છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે કંઈ કરી શક્યા નથી.

અશોક ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધીની મુલાકાતો દરમિયાન અમને જે કંઈ પણ ઇનપુટ મળ્યું, અમે તેને અમારા મેનિફેસ્ટોમાં રાખ્યા અને 5 એપ્રિલે સમયસર જાહેર કર્યો. તે આજે સત્તામાં છે અને ચૂંટણીના પ્રથમ તબક્કામાં માત્ર 4 દિવસ બાકી છે ત્યારે તમે 10 દિવસ અગાઉ મેનિફેસ્ટો બહાર પાડી રહ્યા છે, તમે મેનિફેસ્ટો માટે રાજનાથ સિંહના નેતૃત્વમાં એક કમિટી બનાવી અને 10 દિવસમાં તમે 140 કરોડ લોકોએ મેનિફેસ્ટો પર મોદીની ગેરંટી લખી છે અને મોદીની ગેરંટી નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પીએમ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું, લઘુત્તમ ટેકાના ભાવ વધારવા અને કાયદાકીય ગેરંટી આપવાનું વચન આપ્યું હતું.
આ તમામ માંગણીઓ દેશભરના ખેડૂતો કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા અને ખેડૂતોએ માંગ કરી કે કેન્દ્ર સરકાર તેના વચનો પૂરા કરે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, યુવકો નોકરીની શોધમાં છે. મોંઘવારી વધી રહી છે. તેમને આ મુદ્દાઓની ચિંતા નથી. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન એવું કોઈ કામ કર્યું નથી, જેનાથી દેશના તમામ લોકોને ફાયદો થાય. આ સાબિત કરે છે કે તેમની પાસે લોકોને આપવા માટે કંઈ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X