For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી સ્કૂલો ખોલવા માટે કેન્દ્ર સરકારે માતાપિતા પાસે માંગ્યો ફીડબેક

બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે તે સ્કૂલ ફરીથી ખોલવા અંગે માતાપિતા પાસેથી તેમના મંતવ્ય જાણે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ઘણા રાજ્યોએ ફરીથી પોતાને ત્યાં લૉકડાઉન લાગુ કરી દીધુ છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ સચિવોને એક પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે તે સ્કૂલ ફરીથી ખોલવા અંગે માતાપિતા પાસેથી તેમના મંતવ્ય જાણે.

students

માનવ સંશાધન વિકાસ મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઑફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસીએ પણ એક સર્ક્યુલર મોકલ્યુ છે જેથી સ્કૂલ ખુલવા પર માતાપિતા પાસે તેમનુ મંતવ્ય જાણી શકાય કે કે સ્કૂલો પાસેથી શું ઈચ્છે છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યુ છે કે માતાપિતા પાસે ફીડબેક લેવામાં આવે કે સ્કૂલોમાં ક્યારે અને કેવી રીતે ફરીથી અભ્યાસ શરૂ થઈ શકે. પત્રમાં 20 જુલાઈ સુધી નિમ્નલિખિત પોઈન્ટ્સ પર સ્કૂલે જતા બાળકોના માતાપિતાના ફીડબેક લેવા માટે કહેવામાં આવ્યુ છે.

1. માતાપિતાને પૂછવામાં આવે કે માતાપિતા સ્કૂલોને ફરીથી ક્યારે ખોલવા પર સુવિધાજનક અનુભવ કરે છે. માતાપિતા મુજબ સ્કૂલોને ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓગસ્ટ કયા મહિનામાં ખોલવી જોઈએ.

2. માતાપિતા સ્કૂલો પાસેથી શું અપેક્ષા છે. તે શું ઈચ્છે છે કે સ્કૂલ ક્યારથી ફરીથઈ શરૂ કરવામાં આવે. સ્કૂલ ખોલવા તેમજ છાત્રોની સુરક્ષા અંગેના વિષયો પર માતાપિતા ઈચ્છે તો કોઈ અન્ય ફીડબેક અથવા સૂચન પણ આપી શકે છે.

કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ છે કે તે 20 જુલાઈ સુધી સૂચન મેળવવા માટે માતાપિતાને ઈમેઈલ કરે. પીએમ મોદીની કોરોના વાયરસના પ્રસારના રોકવા માટે લૉકડાઉનની ઘોષણા બાદથી દેશભરમાં સ્કૂલો અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ત્યારથી કેન્દ્રએ ઘણી છૂટ આપી છે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની અનુમતિ આપી નથી.

Final Year Exams: દેશની 755 યુનિવર્સિટીઓએ મોકલ્યો જવાબ, UGCએ પરીક્ષાને ગણાવી જરૂરીFinal Year Exams: દેશની 755 યુનિવર્સિટીઓએ મોકલ્યો જવાબ, UGCએ પરીક્ષાને ગણાવી જરૂરી

English summary
HRD seeks parents’ feedback on when to reopen schools during coronavirus pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X