ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પોલીસે કરોડો રૂપિયાજપ્ત કર્યા

આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પોલીસે કરોડો રૂપિયા જપ્ત કર્યા

નવી દિલ્હીઃ ચૂંટણીના માહોલ વચ્ચે કરોડો રૂપિયાની હેરાફેરી થઈ રહી છે. તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે બુધવારે બે વ્યક્તિની ધરપકડ કરી છે, તેમની પાસેથી બે કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જાણકારી મુજબ આ લોકો પૈસા હૈદરાબાદથી લઈ રાજામુંદ્રી લઈ જઈ રહ્યા હતા. આ પૈસા ટીડીપી લોકસભા ઉમેદવારને આપવામાં આવનાર હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ પોલીસે રોકડ જપ્ત કરી છે.

money

આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લામાં પોલીસે 70 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. અહીં પૈસા પોલીસ અને ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમે સંયુક્ત ઓપરેશન દરમિયાન છાપામારી કરી જપ્ત કર્યા છે. પોલીસને આ વાતની જાણકારી મળી હતી કે ગર્લ્સ હોસ્ટેલમાં પૈસા આવવાના છે, જે બાદ પોલીસ અને ચૂંટણી પંચની ટીમોએ હોસ્ટેલમાં દરોડા પાડી અહીંથી 60 લાખ રૂપિયા જપ્ત કર્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે આખરે આ પૈસા ક્યાંથી આવ્યા હતા અને તેને કોની પાસે મોકલ્યા હતા. જ્યારે ચિત્તૂરથી પોલીસે 39 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ પૈસા તપાસ દરમિયાન એક ગાડીમાંથી જપ્ત કરવાાં આવ્યા છે. આ રૂપિયા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- લોકસભા ચૂંટણી 2019 વિશે જાણવા જેવી માહિતી, દરેક નેતાની સંપત્તિ, એજ્યુકેશન અને અપરાધિક રેકોર્ડ...

જણાવી દઈએ કે 11 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થનાર છે. એવામાં ચૂંટણી પંચ અને પોલીસ સક્રિય છે અને તમામ સંદિગ્ધ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે, જેનાથી ચૂંટણી દરમિયાન રૂપિયના ઉપયોગને રોકી શકે. પાછલા કેટલાક દિવસોથી દરરોજ કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણીનો આખરી તબક્કો 19મી મેના રોજ સંપન્ન થશે. તથા 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો- શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X