બેનીને મિસ્ત્રીનો જવાબ, 'બોલો પણ સંયમિત ભાષામાં'

beniprasad
નવી દિલ્હી, 5 જૂલાઇઃ કોંગ્રેસી નેતા અને કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ પાર્ટી આલાકમાનને ધમકી આપી છે કે, જો તેમને સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ બોલતા અટકાવવામાં આવશે તો તેઓ માત્ર મંત્રી પદ પરથી જ નહીં પરંતુ કોંગ્રેસને પણ છોડી દેશે. બીજી તરફ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીએ કહ્યું છે કે, કોઇને પણ સપા વિરુદ્ધ બોલતા અટકાવવામાં આવ્યા નથી.

બેની ક્યારેક મુલાયમને આંતકવાદીઓને આસરો આપનારા, તો ક્યારેક પીએમના ઘરે પોતું મારવાને લાયક પણ નથી તેવું નિવેદન કરી રહ્યાં છે. હાલ તેમણે કહ્યું છે કે, મારી મુલાયમ વિરુદ્ધની લડાઇ ચાલું રહેશે, પછી તેના માટે મારે મંત્રી પદ પણ કેમ છોડવું ના પડે. બેનીએ આથી પણ વધું કહ્યું કે, મારા બોલવાને લઇને જે વાતો કરવામાં આવી રહી છે, તેનાથી હું અપમાનિત લાગણી અનુભવુ છું. તેમણે કહ્યું કે, હું ધારું ત્યારે પાર્ટી છોડીને જઇ શકું છું, પરંતુ સોનિયા ગાંધીના કુશળ નેતૃત્વના કારણે હું અત્યારસુધી પાર્ટી સાથે છું.

બેનીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટી પાસે તેમના પ્રશ્નોના કોઇ જવાબ નથી, તે માત્ર મને પાગલ કહે છે, તે કહે છે કે હું જે કંઇપણ કહું છું, તેમાં કોઇ અર્થ નથી. કોંગ્રેસના યુપી પ્રભારી મહાસચિવ મધુસુદન મિસ્ત્રીએ બેની પ્રસાદના તાજા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટીએ કોઇનેપણ એસપીની આલોચના કરતા અટકાવ્યા નથી, પરંતુ નિવેદન કરતીવેળા અમર્યાદિત ભાષાનો ઉપયો કરવામાં ના આવવો જોઇએ. આ પહેલા બુધવારે પણ કોંગ્રેસે બેની પ્રસાદને મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ અમર્યાદિત ભાષાનો ઉપયોગ નહીં કરવા સુચન આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X