Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બે પત્નીવાળો પતિ બન્યો હત્યારો, પત્નીની હત્યા પહેલા મિત્ર પાસે કરાવ્યો બળાત્કાર

આઉટર નોર્ધન ડિસ્ટ્રિક્ટના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં હત્યાની આવી જ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની બીજી પત્નીના ખોટા કામોથી પરેશાન થઈને તેનું ગળું દબાવી હત્યા કરી અને પછી લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

આઉટર નોર્ધન ડિસ્ટ્રિક્ટના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં હત્યાની આવી જ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની બીજી પત્નીના ખોટા કામોથી પરેશાન થઈને તેનું ગળું દબાવી હત્યા કરી અને પછી લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

murder

આ મહિલાને નાપસંદ કરનાર આરોપીની પ્રથમ પત્ની અને તેનો મિત્ર પણ આ કાવતરામાં શામેલ હતા. મૃતદેહ મળ્યા બાદ કેસની તપાસ કરતા પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા પતિ, તેની પ્રથમ પત્ની અને મિત્રની ધરપકડ કરી હતી. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, પત્નીની હત્યા કરતા પહેલા પતિએ મિત્રને તેની સાથે બળાત્કાર કરવા માટે ઉશ્કેર્યો હતો.

પોલીસ ડેપ્યુટી કમિશનર બ્રિજેન્દ્ર યાદવે જણાવ્યું કે, 18 એપ્રીલના રોજ પોલીસને નરેલામાં એક સરકારી શાળા પાસે ઝાડીઓમાં મહિલાની લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો લીધો હતો. પોલીસે આ અંગે માહિતી આપનાર રાકેશ નામના વ્યક્તિના નિવેદન પર હત્યાનો ગુનો નોંધ્યો હતો.

રાકેશે જણાવ્યું કે, મહિલા આરોપીની બીજી પત્ની હતી, જે તેની સાથે ફેક્ટરીમાં કામ કરતી હતી. તેણે જણાવ્યું કે, આરોપી અને તેની બીજી પત્ની 16 એપ્રીલની રાત્રે લગભગ 9 કલાકે મંગળબજાર જતા જોવા મળ્યા હતા. આરોપી એ જ ઝાડીઓ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આરોપી રવિવારના રોજ ફેક્ટરી પર પહોંચ્યો હતો. તે ખૂબ જ તંગ દેખાતો હતો. રાકેશે તેની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ઘરમાં કોઈ સમસ્યા છે. તેણે બીજી પત્નીને ગુરુગ્રામમાં તેના પરિવારના સભ્યોના ઘરે મોકલવાની વાત કરી હતી.

બીજા દિવસે આરોપી કારખાને આવ્યો ન હતો અને ફોન પર કહ્યું કે, તેને તાવ છે. રાકેશે તેની પૂછપરછ કરતાં આરોપીએ મિત્ર સાથે મળીને બીજી પત્નીની હત્યા કરવાની વાત કરી હતી. 18 એપ્રીલે રાકેશે પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી અને એક પછી એક ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

મુખ્ય આરોપીએ જણાવ્યું કે, તેની બીજી પત્ની બિહારમાં રહેતી હતી. થોડા દિવસ પહેલા જ દિલ્હી આવીને રહેવા લાગી હતી. આરોપીએ કહ્યું કે, તે તેની હરકતોથી પરેશાન હતો. ક્યારેક તે બીજાના ઘરે કે ધાબા પર સુતી હતી. આરોપીની પહેલી પત્ની પણ મૃતકથી ચિડાઈ ગઈ હતી. આથી તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પહેલા આરોપીએ તેના મિત્ર કરણને બીજી પત્ની પર બળાત્કાર કરવા માટે ઉશ્કેર્યો હતો. કરણે તેની સાથે બળાત્કાર કર્યો અને પછી આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X