For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદની યુવતીનું નોકરીની લાલચે કુવૈતમાં શોષણ, માંગી સુષ્માની મદદ

હૈદરાબાદની એક 18 વર્ષની યુવતીને નોકરીની લાલચે કુવૈત લઈ જઈને કોઈ અજાણી જગ્યાએ રાખીને તેનું શોષણ કરવાનો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદની એક 18 વર્ષની યુવતીને નોકરીની લાલચે કુવૈત લઈ જઈને કોઈ અજાણી જગ્યાએ રાખીને તેનું શોષણ કરવાનો કેસ સામે આવ્યો છે. આ યુવતીનું નામ માલન બેગમ છે અને તે કુવેતમાં છે. માલન અત્યારે ખૂબ જ બિમાર છે તેને ભોજન પણ આપવામાં આવતુ નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ યુવતીએ પોતાની મા રુકિયા બેગમને ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી. મા એ હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે અને દીકરીને ભારત પાછા લાવવાની અપીલ કરી છે.

sushma

મા એ લખી સુષ્માને ચિટ્ઠી

હૈદરાબાદના હફીઝ બાબા નગરની રહેવાસી રુકિયાએ સુષ્માને આ વિશે એક ચિઠ્ઠી લખી છે. એમાં તેણે કહ્યુ છે કે શાલિબાંદની રહેવાસી તસ્લીમ બેગમ, તેનો પતિ નવાઝ અને શાહીન નગરમાં રહેતા સલીમે માલન બેગમને કુવેતમાં બ્યુટિશિયનની નોકરીની ઓફર કરી. તેણે દર મહિને 100 દિરહમ એટલે કે લગભગ 22,000 રૂપિયા પગાર તરીકે આપવાનું વચન આપ્યુ હતુ. રુકિયાના જણાવ્યા મુજબ જે એજન્ટે માલનને એપ્રોચ કરી હતી તેણે પોતે તેનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. 8 મે, 2018 ના રોજ યુવતીને 13 જુલાઈએ ખતમ થતા પ્રવાસ વિઝા પર કુવેત લઈ જવામાં આવી. કુવેતમાં તેને બીજો એક એજન્ટ મળ્યો. જેણે તેને બ્યુટિશિયનની જગ્યાએ એક ઘરમાં નોકરાણી તરીકે કામ કરવાનું કહ્યુ.

એજન્ટ નથી કરી રહ્યો કોઈ મદદ

રુકિયાને ખબર નથી કે તેની દીકરી કુવેતમાં કઈ જગ્યાએ છે પરંતુ તેની પાસે એ ફોન નંબર છે જેના પરથી માલને પોતાના પરિવારને ફોન કરીને કુવેતથી બચાવવા કહ્યુ હતુ. રુકિયાના જણાવ્યા અનુસાર માલનનો માલિક કફીલ એને છોડવાના ત્રણ લાખ માંગી રહ્યો છે. કુવેતમાં બિમાર પડી ગયેલી માલન બેગમને દવા પણ આપવામાં આવતી નથી. રુકિયાએ સુષ્માને લખેલી ચિઠ્ઠીમાં કહ્યુ છે કે તેણે એજન્ટને પુત્રીને પાછા લાવવાની વાત કહી પરંતુ તે તેની કોઈ મદદ નથી કરી રહ્યો અને પુત્રીની પાસપોર્ટની કોપી પણ આપતો નથી. રુકિયાએ વિદેશ મંત્રાલય અને કુવેતના ભારતીય દૂતાવાસમાં ફરિયાદ કરીને પુત્રીને પાછી લાવવાની આજીજી કરી છે.

English summary
Hyderabad girl trafficked to Kuwait, mother sends help message to Sushma Swaraj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X