હૈદરાબાદ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પીડિતાના પિતાએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

હૈદરાબાદ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પીડિતાના પિતાએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે આખા દેશમાં હલચલ મચી છે. સંસદથી લઈ રસ્તા સુધી સૌકોઈ દોષીઓને કડકમાં કડક સજા અપાવવાની માંગ કરી રહ્યા છે. આજતકના રિપોર્ટ મુજબ પરિવારે ઘટનાને લઈ પોતાની આપવીતી સંભળાવી છે. સાથે જ પીડિતાના પિતાએ પોલીસ પર પણ કેટલોક આરોપ લગાવ્યો છે.

શું બોલ્યા પિતા?

શું બોલ્યા પિતા?

પીડિતાના પિતાનું કહેવું છે કે અપરાધ કરનારાઓની ઉંમર નાની છે પરંતુ તેમણે જે કાંડ કર્યું તે બહ મોટું છે. તેમને જલદીમાં જલદી સજા મળવી જોઈએ. તેમણે પોલીસ પર પણ આરોપ લગાવતા કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસનું વલણ બહુ ઢીલું રહ્યું છે. પોલીસ શરૂઆતમાં સ્પૉટ પર ના ગઈ, માત્ર સીસીટીવી જ જોતી રહી. એટલું જ નહિ પોલીસે તેમની દીકરી ક્યાંક ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

દોષિતોને જલદીમાં જલદી સજા મળેઃ પીડિતાના પિતા

દોષિતોને જલદીમાં જલદી સજા મળેઃ પીડિતાના પિતા

જ્યારે ઘટના બની ત્યારે પીડિતાના પિતા ઘરે હાજર નહોતા. જ્યારે દીકરીનો ફોન આવ્યો ત્યારે તે કોલ્હાપુરમાં હતા. પીડિતાના પિતાએ કહ્યું કે દોષિતોને જલદીમાં જલદી સજા મળવી જોઈએ. અગાઉ નિર્ભયાના આરોપીઓને છોડી દીધા અને હવે આ કાંડ થઈ ગયો. દોષિતોને કડક સજા મળવી જોઈએ.

શું બોલી મા?

શું બોલી મા?

આજતકના રિપોર્ટ મુજબ પીડિતાના માતાએ કહ્યું કે જેવી રીતે મારી દીકરીને સળગાવવામાં આવી તેવી જ રીતે આરોપીઓને પણ સળગાવવા જોઈએ. આ મામલે જલદીમાં જલદી કાર્યવાહી થવી જોઈએ.

પોલીસ પાસેથી કોઈ મદદ નથી મળી

પોલીસ પાસેથી કોઈ મદદ નથી મળી

પીડિતાની બહેન ઘટના બાદથી ઘરેથી બહાર નથી નીકળી. તેનું કહેવું છે કે પોલીસ પાસેથી કોઈ મદદ નથી મળી, જો સમયસર તેની બહેનને મદદ મળી જાત તો આજે તે જીવતી હોત. પીડિતાની બહેને પણ દોષિતોને જલદીમાં જલદી સજા અપાવવાની માંગ કરી છે. તેણે કહ્યું કે ઘટનાસ્થળ તેમના ઘરેથી બે કિલોમીટર દૂર છે. ત્યારે બંને બહેનો વચ્ચે 6 મિનિટ વાત થઈ હતી, જેમાં તેણીએ કહ્યું હતું કે તેને બહુ ડર લાગી રહ્યો છે. આ આખો કોલ રેકોર્ડ થઈ ગયો છે.

પીડિતા વિશે પિતા-બહેને જણાવ્યું

પીડિતા વિશે પિતા-બહેને જણાવ્યું

પીડિતા વિશે તેની બહેને જણાવ્યું કે તે ઉંમરમાં માત્ર દોઢ વર્ષ જ મોટી હતી, પરતુ બધાનું ધ્યાન રાખતી હતી. તે સ્વભાવની બહુ સારી હતી અને બધાની મદદ કરતી હતી. જ્યારે પીડિતાના પિતાનું કહેવું છે કે પોતાના બધાં સપના પૂરાં કર્યાં. તેણે દરરોજ 14 કલાક અભ્યાસ કરી પાંચ વર્ષનો ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કર્યો. સર્વિસ કમીશનની પરીક્ષા પાસ કરી તેણે ત્રણ વર્ષ સુધી નોકરી પણ કરી.

લગ્નની તૈયારી થઈ રહી હતી

લગ્નની તૈયારી થઈ રહી હતી

પિતાએ કહ્યું કે તે પોતાની દીકરીના લગ્નની યોજના બનાવી રહ્યા હતા. તે પીજીની તૈયારી કરી રહી હતી પરંતુ લગ્ન બાદ પીજી કરનાર હતી. તે જે બનવા માંગતી હતી તે બની. તેમણે કહ્યું કે છોકરીઓ વચ્ચે જાગરુકતા ફેલાવવી જોઈએ. છોકરાઓને સંસ્કાર આપવામાં આવે તે સૌથી જરૂરી છે. ત્યારે જ આવી ઘટનાઓ પર રોક લાગશે. પોલીસને પણ જાગરુક કરવા જોઈએ. પોલીસને જાગરૂક કરવા માટે જાગરુકતા કાર્યક્રમ બનાવવા જોઈએ અને નંબર ડાયલ કરવા વિશે જણાવવું જોઈએ.

100 નંબર ડાયલ કરવામાં સમય લાગે છે

100 નંબર ડાયલ કરવામાં સમય લાગે છે

જ્યા એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ 100 નંબર પર કૉલ નથી કર્યો, ત્યારે હવે પીડિતાના પિતાનું કહેવું છે કે આ પ્રક્રિયામાં સધારો કરવો જોઈએ. આમાં ઘણો વધુ સમય લાગી જાય છે. પહેલા કહેવાય છે કે નંબર દબાઓ, પછી કહેવાય છે કે બે નંબર દબાઓ. તેમણે કહ્યું કે તેમની દીકરીએ છેલ્લે કોલ કરી ફળ કાપીને રાખવા કહ્યું હતું કેમ કે તેને ફળ બહુ પસંદ હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X