હૈદરાબાદ રેપ હત્યાઃ પોલિસ રિમાન્ડ કૉપીમાં સામે આવ્યા એ ખોફનાક 6 કલાક, વાંચો આખો રિપોર્ટ
તેલંગાનાની મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં રવિવારે વધુ માહિતી સામે આવી છે જેનો મૃતદેહ ગુરુવારે સવારે હૈદરાબાદના બહારના વિસ્તારમાંથી અડધી સળગેલી હાલતમાં મળ્યો હતો.
તેલંગાનાની મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં રવિવારે વધુ માહિતી સામે આવી છે જેનો મૃતદેહ ગુરુવારે સવારે હૈદરાબાદના બહારના વિસ્તારમાંથી અડધી સળગેલી હાલતમાં મળ્યો હતો. તેલંગાનાના શમશાબાદામાં બુધવારે રાતે 26 વર્ષીય મહિલા પશુચિકિત્સકને ચાર લૉરી શ્રમિકો દ્વારા બેરહમીથી ગેંગરેપ કરીને મારી નાખવામાં આવી હતી. ચારે આરોપીઓની સાઈબરાબાદ પોલિસે તેમના ઘરેથી ધરપકડ કરી લીધી હતી. ચારે આરોપીઓને 15 દિવસમાં રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા.

બધા આરોપી 18થી 25 વર્ષની ઉંમરના
આરોપીઓની ઓળખ મોહમ્મદ આરિફ (પીળા રંગના ટીશર્ટમાં ફોટો), જોલુ શિવા (સફેદ શર્ટમાં), જોલુ નવીન (વાદળી શર્ટમાં) અને ચેન્ના કેશવલ્લુ (નારંગી શર્ટમાં) તરીકે થઈ છે. રેપ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ આરિફ (25) ડ્રાઈવરનુ કામ કરે છે. આરિફ 10 સુધી ભણ્યો છે. તે 2012થી 2015 સુધી સાઈબરાબાદના કુકટપલ્લી વિસ્તારમાં એક ઑટો ચાલક તરીકે કામ કર્યુ. તે 2017થી લૉરી ચાલક તરીકે કામ કરી રહ્યો છે.

ઘટનાને રાતે 10થી સવારે 4 વાગ્યા વચ્ચે અંજામ આપવામાં આવ્યો
નવીન અને શિવા પરસ્પર સગા છે. વળી,ચેન્ના કેશવલ્લુની વર્ષ પહેલા જ લગ્ન થયા છે. તે અહીં લૉરી પર કામ કરતો હતો. ચારે આરોપી બાળપણના મિત્રો છે. આરોપી મોહમ્મદ આરિફ ટ્રક ડ્રાઈવર છે બાકી ત્રણે ક્લિનર છે. આરોપીઓમાં કોઈ 18 વર્ષનો તો કોઈ 20 વર્ષનો છે. આ ખોફનાક ઘટનાની હવે પોલિસ રિમાન્ડ કૉપી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ઘટનાને રાતે 10થી સવારે 4 વાગ્યા વચ્ચે અંજામ આપવામાં આવ્યો.

ઘટનાની પોલિસ રિમાન્ડ કૉપી - 27 નવેમ્બર- બુધવાર
5:30 PM: મુખ્ય આરોપી અને લૉરી ચાલક આરિફે બુધવારે સાંજે દારૂની બોટલ ખરીદી. ત્યારબાદ ચારે આરોપીઓએ શમશાબાદ ટોલ પ્લાઝા પાસે લૉરીની કેબિનમાં બેસીને દારૂ પીધો.
6:00 PM: ચારે દોષિતોએ લૉરીની બાજુમાં એક મહિલાને પોતાનુ સ્કૂટર પાર્ક કરતા જોઈ, ત્યારે એ ક્લિનિક માટે જઈ રહી હતી. ત્યારબાદ ચારેએ મહિલા સામે ષડયંત્ર રચ્યુ. જે અંતર્ગત નવિને સ્કૂટીને પંક્ચર કરી દીધુ.
9:00 PM: આરિફ અને અન્ય ત્રણ આરોપીઓએ સ્કૂટરથી લગભગ 5 કિલોમીટર દૂર થોંડાવપલ્લી જંક્શનમાં પોતાની લૉરી ઉભી રાખી.
9:18 PM: જ્યારે ડૉક્ટર પાછી આવી તો જોયુ કે પાછળના ટાયરમાં પંક્ચર થઈ ગયુ.
9:30 PM: શિવાએ તેની મદદ કરવા કહ્યુ અને ડૉક્ટર પાસેથી રિપોરિંગ કરાવવાના બહાને સ્કૂટર લઈ લીધુ. તે થોડા સમય પછી પાછો આવ્યો અને ડૉક્ટરને કહ્યુ કે બધી દુકાનો બંધ છે.

આ રીતે રચ્યુ ખોફનાક ષડયંત્ર
ત્યારબાદ આરોપીઓએ પીડિતાને પકડી લીધી અને તેને ટ્રક પાસે એક અલગ પરિસરમાં ખેંચી લીધી. ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ ફોન સ્વિચઑફ કરી દીધો. ત્યારબાદ મહિલાને બૂમો પાડવાથી રોકવા માટે દારૂ પીવડાવી દીધો. ત્યારબાદ ચારે આરોપીઓએ મહિલા સાથે વારાફરથી રેપ કર્યો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ. જ્યારે ડૉક્ટર ફરીથી ભાનમાં આવી તો બૂમો પાડવા લાગી ત્યારબાદ તેમણે નક્કી કર્યુ કે તેને મારી નાખે. ત્યારબાદ આરિફે મહિલાનુ નાક અને મોઢુ દબાવી દીધુ. શ્વાસ રૂંધાવાના કારણે મહિલા ડૉક્ટરનુ મોત થઈ ગયુ.

મૃતદેહને 27 કિમી દૂર લઈ જઈને સળગાવી દીધુ
ત્યારબાદ નવિને મહિલા ડૉક્ટરનો ફોન, ઘડિયાળ અને પાવર બેંક લઈ લીધી. ત્યારબાદ ચારે આરોપીઓએ મહિલાના શબને ટ્રકમાં નાખી દીધુ અને એ જગ્યાએ ભાગી ગયા. ત્યારબાદ શિવા અને નવીન સ્કૂટીને ચલાવીને લઈ ગયા. રસ્તામાં તેમણે એક બોટલ પેટ્રોલ ખરીદ્યુ. ત્યારબાદ આરોપી શબને 27 કિમી દૂર નેશનલ હાઈવે 44 પર બની રહેલ પુલ નીચે લઈ ગયા. જ્યાં તેમણે પેટ્રોલ નાખીને શબને સળગાવી દીધુ. ત્યારબાદ સવારના ચાર વાગ્યા આસપાસ પોતાના ઘરે જતા રહ્યા.












Click it and Unblock the Notifications
