મને ડ્રૈકુલાની જેમ રજુ કરવામાં આવી રહ્યો છેઃ આસારામ
નવી દિલ્હી, 1 નવેમ્બરઃ વિવાદિત આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુએ સર્વોચ્ચ ન્યાયાલયને કહ્યું કે, તેમને બાળકોનું લોહી પીતા ડ્રૈકુલાના રૂપમાં રજુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ન્યાયાલયે શુક્રવારે તેમના મામલાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સમાચારોના પ્રકાશન અને પ્રસારણ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો. આસારામના વકીલે પ્રધાન ન્યાયધીશ ન્યાયમૂર્તિ પી.સતશિવમની ખંડપીઠ સમક્ષ કહ્યું કે તેમને ડ્રૈકુલાના રૂપમાં રજુ કરવામાં આવી રહ્યાં છે.

વકીલે ન્યાયાલયને કહ્યું કે તમામ મીડિયા પર નહીં પરંતુ માત્ર બે ચેનલો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે, જે નિયમિત રીતે આસારામ અંગે ખોટા સમાચારો પ્રસારિત કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
