મારા પર લગાવાયેલા આરોપો ખોટા, તપાસ માટે તૈયારઃ ગડકરી

ગડકરીએ કહ્યું કે મારી પાસે માત્ર 12.5 કરોડની સંપત્તિ છે અને મે હંમેશા ખેડુતો માટે કામ કર્યું છે. તેમણે કહ્યું છે કે હું કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. શરદ પવાર અને અજય સંચેતી સાથે ભાગીદારી જેવા આરોપ ખોટા છે. તેમણે કહ્યું છે કે હું તેમનો ભાગીદાર નથી. મારે તેમની સાથે કોઇ સંબંધ નથી. મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
ગડકરીએ તાજેતરમાં તેમના પર લાગેલા આરોપો પર એક પછી એક સફાઇ આપી છે. સફાઇમાં તેમણે કહ્યું કે આ બધા ખોટા આરોપ છે, જ્યારે હું તો ખેડુતોની ભલાઇ માટે કામ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે પૂર્તિમાં 12 હજાર શેર હોલ્ડર્સ છે અને તેમને ઘણો ફાયદો થઇ રહ્યો છે, જ્યારે મારા પરિવાર પાસે માત્ર એક લાખ રૂપિયાના જ શેર છે.












Click it and Unblock the Notifications
