સેક્સ સીડી સાથે મારે કોઈ લેવા-દેવા નથી, આ મારા વિરુદ્ધ ષડયંત્ર - રમેશ જારકીહોલી

ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલીએ કહ્યુ કે તેમને આ સેક્સ સીડી સાથે કોઈ લેવા-દેવા નથી.

બેંગુલુરુઃ ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલી જેમને કથિત સેક્સ સ્કેન્ડલમાં નામ સામે આવવાના કારણે કર્ણાટકમાં મંત્રીપદથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ, તેમણે કહ્યુ કે તેમને આ સેક્સ સીડી સાથે કોઈ લેવા-દેવા નથી અને તેમને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. રમેશ જારકીહોલીએ મંગળવારે કહ્યુ, 'આ સેક્સ સીડીમાં કોઈ સચ્ચાઈ નથી. આ એક ષડયંત્ર છે. હું નિર્દોષ છુ. મને 4 મહિના પહેલા આ સીડી વિશે જાણવા મળ્યુ હતુ, પછી મે મારા પોતાના ભાઈને આના વિશે જણાવ્યુ કે મે કંઈ ખોટુ નથી કર્યુ. આમાં જે વ્યક્તિ છે તે હું નથી. મને હાઈ કમાન્ડથી એક ફોન આવ્યો, તેમણે કહ્યુ કે આવુ(ષડયંત્ર) થઈ શકે છે અને તમે કાનૂની મદદ લો. ત્યારે પણ મે કહ્યુ હતુ કે હું આ આરોપો સામે લડીશ.'

Ramesh Jarkiholi

રમેશે આગળ કહ્યુ કે મીડિયાએ તેમને ખલનાયક અને નાયક બંને બનાવી દીધા છે. પોતાના રાજીનામા વિશે તેમણે કહ્યુ કે તેમણે રાજીનામુ એટલા માટે આપ્યુ કારણકે તે નહોતા ઈચ્છતા કે તેમની પાર્ટીને શરમમાં મૂકાવુ પડે. તેમણે કહ્યુ, 'રાજીનામુ આપવુ મારો પોતાનો નિર્ણય હતો. મે આરોપોનુ પરિણામ જોવા માટે રાજીનામુ આપવાની એક રાત પહેલા રાહ જોઈ. સીએમ યેદિયુરપ્પાએ મને રાજીનામુ આપવા માટે નહોતુ કહ્યુ. પાર્ટીને કોઈ શરમમાં ન મૂકાવુ પડે એટલા માટે મે આગલી સવારે રાજીનામુ આપી દીધુ.'

તમને જણાવી દઈએ કે સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીની એક ફરિયાદ બાદ (જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમણે નોકરી માંગવા આવેલી એક મહિલાનુ યૌન ઉત્પીડન કર્યુ અને કોઈને આના વિશે જણાવવા પર ગંભીર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી). ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલીએ બુધવારે 3 માર્ચે રાજ્ય કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X