મારે પીએમ નથી બનવુ, હું જે કરૂ છું તે દેશ માટે છે-નીતિશ કુમાર

આવતા વર્ષે યોજાવા જઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને હવે તમામ વિપક્ષી પાર્ટીઓમાં મોટી હલચલ જોવા મળી રહી છે. મોદી સરકારની તાનાશાહીથી કંટાળીને હવે વિપક્ષી એકતાની વાતો ઝટપી ગતિએ થઈ રહી છે. આ ક્રમમાં આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે યુપીના પુર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

દેશમાં બીજેપીના વિરોધમાં વિપક્ષી ગઠબંધન બનાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ સતત કવાયત કરી રહ્યા છે ત્યારે આ મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નીતિશ કુમારે મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, મારે કંઈ બનવુ નથી, હું જે કરી રહ્યો છુ તે દેશ માટે છે. વધુને વધુ પાર્ટીઓને જોડવા માટે જે કવાયત હાથ ધરાઈ છે તેનું સારૂ પરિણામ આવશે.

Nitish Kumar

બન્ને નેતાઓ વચ્ચે અડધી કલાક સુધી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બન્નેએ પત્રકારો સાથે વાત કરી હતી. અહીં નીતિશ સાથે ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ હતા. નીતિશ કુમારનું સ્વાગત કરતાં અખિલેશ યાદવે કહ્યું કે, જે રીતે લોકશાહી સંકટમાં છે, અમે તેને બચાવવા આગળ આવી રહ્યા છીએ. જનતા બીજેપીની નીતિઓથી નારાજ છે. મોંઘવારી અને બેરોજગારી ટોચ પર છે. અમે બીજેપી હટાવો દેશ બચાવો અભિયાનમાં સાથે છીએ.

અહીં નીતિશ કુમારે વિપક્ષી એકતાની વાત દોહરાવી જણાવ્યુ કે તે માત્ર એટલા માટે આવ્યા છે કે વધુમાં વધુ પાર્ટીઓને એક કરી શકાય, જેથી દેશને આગળ લઈ શકાય. કોઈ કામ થઈ રહ્યું નથી, માત્ર પ્રચાર થઈ રહ્યો છે. પક્ષો સાથે વાતચીત થઈ રહી છે અને સાથે મળીને કામ કરીશું, જેથી આ દેશ આગળ વધે અને દેશને બીજેપીથી આઝાદી મળે.

તેમણે આગળ કહ્યુ્ં કે, આ લોકો દેશનો ઈતિહાસ બદલવામાં લાગેલા છે. તમામ લોકો સાથે વાતચીત ચાલી રહી છે અને તેના સારા પરિણામ આવશે. જો તમામ લોકો સાથે મળીને લડે અને આગામી ચૂંટણીમાં તમામ પક્ષો સાથે મળીને લડે તો તે ફાયદાકારક અને દેશના હિતમાં પણ છે.

અહીં તેમને માયાવતીને લઈને સવાલ કરાયો હતો. આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે હાલમાં જ તેમને મળવા આવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X