For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેરોઇનની જપ્તી સાથે મારે કોઇ લેવા-દેવા નથી : વિજેન્દર

|
Google Oneindia Gujarati News

vijender singh
નવી દિલ્હી, 8 માર્ચ : પંજાબ પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ ડીલર સાથે સંબંધ હોવાના આરોપોને કારણે સ્તબ્ધ બની ગયેલા ભારતીય મુક્કેબાજ (બોક્સર) વિજેન્દ્રસિંહે આજે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે તેની તપાસમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહિન સાબિત થશે. આ અંગે ઝી ન્યુઝ સાથેની વાતચીતમાં વિજેન્દરે જણાવ્યું કે ડ્રગ કેસ સાથે મારે કોઇ લેવા દેવા નથી. મારી ગાડીમાંથી કોઇ ડ્રગ જપ્ત થયું નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં યોજાયેલા બીજિંગ ઓલિમ્પિકમાં ભારતને વિજેન્દરે જ પ્રથમ કાંસ્ય પદક અપાવ્યું હતું. વિશ્વના નંબર વન બોક્સર રહી ચૂકેલા વિજેન્દર પોતાના પર લગાવવામાં આવેલા આરોપો સાંભળીને સ્તબ્ધ બની ગયા છે. તેમની પત્નીની કાર પંજાબના જિરકપુરમાં એક ફ્લેટની બહારથી મળી આવી જેમાંથી અંદાજે 130 કરોડ રૂપિયાનું 26 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે.

આ અંગે વિજેન્દરે જણાવ્યું કે આ સાંભળીને હું સ્તબ્ધ બની ગયો છું. એક કામથી હું મુંબઇ આવ્યો છું.મારા મિત્ર એ જ મને મારી પત્નીની કારમાં મને એરપોર્ટ છોડ્યો હતો.મને ખબર નથી પડતી કે કાર જિકરપુર કેવી રીતે પહોંચી ગઇ છે. મારા મિત્રએ મને ઉતાર્યા બાદ મારી કારનો ઉપયોગ કર્યો હશે. મને ખબર નથી પડતી કે આ કેસમાં મારું નામ કેવી રીતે જોડવામાં આવી રહ્યું છે. પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે કારમાંથી કશું જ નથી મળ્યું અને પોલીસે પણ મારો સંપર્ક નથી કર્યો. આ હેરોઇન ચંદીગઢની બહાર આવેલા જિરકાપુરમાં એક એનઆરઆઇના મકાનમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. પંજાબ પોલીસ છેલ્લા પાંચ દિવસથી આ મકાનની તપાસ કરી રહી હતી. મકાનની દીવારો અને સીલિંગમાંથી હેરોઇન મળી આવ્યું છે.

બીજી તરફ ફતેહપુર સાહિબ પાસે એસએસપી હરદયાલ સિંહ માને જણાવ્યું કે આ મામલામાં પોલીસ એનઆરઆઇ અનૂપસિંહ કહલો અને તેમના સાથી કુલવિન્દર સિંહને પકડીને પૂછપરછ કરી રહી છે. કહલોએ વિજેન્દર અને તેના નજીકના મિત્ર રામસિંહ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. રામ સિંહ પણ રાષ્ટ્રીય સ્તરના બોક્સર છે. વિજેન્દરે આ આરોપોને નકારી કાઢ્યા છે.

વિજેન્દરે જણાવ્યું કે પોલીસ જેમના નામ લઇ રહી છે તે વ્યક્તિઓ સાથે મારે કોઇ સંબંધ નથી. આ કેસમાં શંકાસ્પદોને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તેમની પાસેથી 13.86 લાખ રૂપિયા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર એનઆરઆઇ અને તેમનો પરિવાર 1995થી કેનેડામાં રહે છે. પોલીસનું કહેવું છે કે તે ટ્રક ડ્રાઇવર છે અને ત્યાર બાદ તે યુરોપના દેશો અને અમેરિકામાં ડ્રગ માફિયાઓ સાથે જોડાઇ ગયો છે.

English summary
I have nothing to do with heroin seizures: Vijender
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X