ભાજપાના નેતાએ કહ્યું મેં બનાવી હતી રાઘવજીની સેક્સ સીડી

ભાજપા નેતા શિવશંકર પટેરિયાનું કહેવું છે કે રાઘવજીથી કથિત સેક્સ સીડી તેમને બનાવી હતી કારણ કે તે 'સ્વચ્છ રાજકારણ'માં વિશ્વાસ ધરાવે છે અને રાઘવજીના અસલી ચહેરા પરથી નકાબ હટાવવા માંગતા હતા.
રાઘવજીના નોકર રાજકુમારે શુક્રવારે હબીબગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં તેમના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નોકરનું કહેવું છે કે રાઘવજી છેલ્લા કેટલાક સમયથી તેની સાથે અપ્રાકૃતિક સેક્સ માણતા હતા. દાવો કર્યો હતો કે તેમની એક સીડી પણ બનાવવામાં આવી છે. 79 વર્ષીય રાઘવજીએ પોતાનું રાજીનામું શિવરાજ સિંહ ચૌહાણને શુક્રવારે સોંપી દિધું હતું.
આ મુદ્દે રાઘવજીની પ્રતિક્રિયા માંગતા તેમને કહ્યું હતું કે મુખ્યમંત્રીએ મારી પાસે રાજીનામું માંગ્યું હતું અને મે એવું કર્યું. તેમને કહ્યું હતું કે તે ક્યાંક જઇ રહ્યાં છે અને આ મુદ્દે પરત ફરીને વાતચીત કરશે.
રાઘવજીને રાજીનામાનું કારણ પૂછવામાં આવતાં રાઘવજીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રાજીનામું માંગ્યું હતું અને મેં આપી દિધું છે. નોકર દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે તેમને કહ્યું હતું કે એવું કંઇ નથી. જો કોઇ આવા આરોપો લગાવવામાં આવ્યા છે તો તે ખોટા છે.
રાઘવજીએ 2004થી 2013 વચ્ચે સતત દસ વર્ષની રાજ્યનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જળ સંસાધન મંત્રી જયંત મલૈયાને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી દિધી છે.












Click it and Unblock the Notifications
