For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAAથી કોઈને નુકશાન નથી, રાજનીતિનો ગંદો ખેલ ખેલનારા ભ્રમ ફેલાવી રહ્યાઃ PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોલકત્તા પ્રવાસનો આજે બીજો દિવસ છે, તે આજે સવારે રામકૃષ્ણ મંદિર પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોલકત્તા પ્રવાસનો આજે બીજો દિવસ છે, તે આજે સવારે રામકૃષ્ણ મંદિર પહોંચ્યા. અહીં તેમણે પૂજા અર્ચના કરી. તમને જણાવી દઈએ કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદી હાવડા સ્થિત રામકૃષ્ણ મિશનના મુખ્યાલયના બેલુર મઠમાં પ્રાર્થના સમારંભમાં શામેલ થયા અને લગભગ 5થી 6 હજાર છાત્રોને સંબોધિત પણ કર્યા.

રાતો રાત નથી બન્યુ CAA: PM મોદી

તેમણે નાગરિકત સુધારા કાયદા વિશે પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં થઈ રહેલ વિરોધ પ્રદર્શ પર પણ વાત કરી અને સ્પષ્ટ કર્યુ કે CAA વિશે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે આ કાયદો નાગરકિતા આપવા માટે છે નહિ કે નાગરિકતા લેવા માટે. આ કાયદોને રાતો રાત નહિ પરંતુ સમજી વિચારીને બનાવવામાં આવ્યો છે પરંતુ અમુક રાજકીય દળો આને જાણીજોઈને સમજવા નથી ઈચ્છતા. તેમણે કહ્યુ કે આ કાયદો બની ગયા બાદ હવે પાકિસ્તાને જવાબ આપવો પડશે તે તેણે લઘુમતીઓ પર જુલમ કેમ કર્યો.

રાજનીતિનો ખેલ ખેલનારા CAA સમજવા નથી ઈચ્છતાઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે અમે એ કર્યુ છે જે મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ. આ કાયદા દ્વારા અમે એ લોકોની મદદ કરી રહ્યા છે જે પડોશી દેશોમાં પોતાની ધાર્મિક આસ્થાના કારણે પ્રતાડિત કરવામાં આવ્યા. હું તમને લોકોને પૂછવા માંગુ છુ કે આવા લોકોની મદદ કરવી ખોટી છે શું, આ કાયદાથી અહીંના લોકોની નાગરિકતા પર સવાલ નથી ઉઠી રહ્યા પરંતુ અમુક લોકો સ્વાર્થ માટે લોકોને ગુમરાહ કરવામાં લાગ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યુ કે મહાત્મા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ કહ્યુ હતુ કે આપણે પાકિસ્તાનમાં રહેતા આપણા ભાઈ-બહેનોની મદદ કરવા જોઈએ. અમે તો માત્ર ગાંધીજી જે કહ્યુ હતુ તેનુ પાલન કર્યુ છે. હું ફરીથી કહીશ, સિટિઝનશિપ એક્ટ, નાગરિકતા લેવાનો નહિ, નાગરિકતા આપવાનો કાયદો છે અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ એ કાયદામાં માત્ર એક સુધારો છે. આટલી નાની વાત અહીંના બાળકોને સમજમાં આવી ગઈ પરંતુ રાજનીતિનો ગંદો ખેલ ખેલનારા જાણી જોઈને આને સમજવા નથી ઈચ્છતા.

પાકિસ્તાનની કરતૂત હવે સામે આવી

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં પૂર્વોત્તરના રાજ્યોને પણ સંબોધિત કર્યા. તેમણે કહ્યુ કે પૂર્વોત્તરની સંસ્કૃતિ પર તેમને ગર્વ છે. CAAની કારણે પૂર્વોત્તરના કોઈ બંધારણીય વ્યવસ્થા પર કોઈ અસર નહિ પડે. પીએમે કહ્યુ કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર જે અત્યાચાર થાય છે તેનો પર્દાફાશ સીએએના કારણે થઈ શક્યો છે અને યુવાનોએ પાકિસ્તાનના આ સત્યને સામે લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે પાકિસ્તાને જવાબ આપવો પડશે કે 70 વર્ષમાં ત્યાં લઘુમતીઓ સાથે જુલમ કેમ થયા.

આ પણ વાંચોઃ પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર મરાયા

English summary
I repeat again, Citizenship act is not to revoke anyone's citizenship, but it is to give citizenship: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X