For Daily Alerts

પતિના સ્થાને મળે ડીએસપીની પોસ્ટઃ પરવીન આઝાદ
નવી દિલ્હી, 6 માર્ચઃ ડીએસપી જિયા ઉલ હકની હત્યાની તપાસને લઇને હવે તેમની પત્ની પરવીન આઝાદના વલણ નરમ પડ્યા છે. સાથે જ તેમણે પોતાના પતિના સ્થાને ડીએસપીની પોસ્ટની માંગ કરી છે. પતિને ત્રણ ગોળી વાગી હોવાના દાવાથી તે પાછળ હટી ગઇ છે. જિયા ઉલ હકની પત્ની પરવીન આઝાદે કહ્યું કે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સંપૂર્ણપણે સંતુષ્ઠ છે.
તમને જણાવી દઇએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ડીએસપી જિયા ઉલ હકના શરીર પર એક ગોળીનું નિશાન મળી આવ્યું છે. બાકી નિશાનો ઇજાના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધારે લોહી વહી જવાના કારણે ડીએસપીનું મોત નિપજ્યું છે. અત્યારસુધી ડીએસપીના પત્ની એવું કહી રહ્યાં હતા કે તેમના પતિને ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી અને ઇજાઓના નિશાન તેમણે જાતે જોયા હતા, પરંતુ હવે તેમણે તેમનો એ દાવો પાછો લઇ લીધો છે.
પરવીનનું કહેવું છે કે થોડીક અસમંજસ છે તેથી તેમણે ઘટના ઘટી તે સમયના ફૂટેજ માંગ્યા છે. બાકી તેમને કોઇ વાંધો નથી. પરવીને કહ્યું કે, યુપી સરકાર તેમને તેમના પતિના સ્થાને ડીએસપીની પોસ્ટ આપે અને જો એવું ના થઇ શકે તો સરકાર બીજો પ્રસ્તાવ મુકે, તેના પર વિચાર કરવામાં આવશે.
Comments
raghuraj pratap singh akhilesh yadav pratapgarh parween azad dsp રઘુરાજ પ્રતાપ સિંહ અખિલેશ યાદવ પ્રતાપગઢ પરવીન આઝાદ ડીએસપી
English summary
i want same dsp job at my husband place parween azad
Story first published: Wednesday, March 6, 2013, 17:08 [IST]