રાહુલ ગાંધીના PM બનવા સુધી હું મરીશ નહીં: બેની પ્રસાદ

નવી દિલ્હી, 15 એપ્રિલ: કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ એકવાર ફરી વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાને ચર્ચામાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. બેનીએ જણાવ્યું છે કે તેઓ ત્યાં સુધી નહીં મરે જ્યાં સુધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ના બની જાય.

તેમણે એક સભામાં જણાવ્યું કે રાહુલ ગાંધીના પીએમ બનતા પહેલા મારા મરવાનો સવાલ જ નથી. તેમણે જણાવ્યું કે મારી ઉંમર 20 વર્ષ વધી ગઇ છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ અહીં સુધી કહી દીધું કે રાહુલ ગાંધી જ્યા સુધી પ્રધાનમંત્રી નહીં બને ત્યાં સુધી હું નથી મરવાનો. આ પહેલા પણ બેની પ્રસાદ પોતાના વિવાદીદ નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે.

beni rahul
મુલાયમના આતંકવાદીઓ સાથે સંપર્ક હોવાના તેમના નિવેદન બાદ બેની પ્રસાદે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં બધી જ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે અને તેમાંથી 40 બેઠકો પર વીજય મેળવશે.

બેની પ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે આવનાર લોકસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવની પાર્ટી માત્ર ચાર બેઠકો જ જીતી શકશે અને પાર્ટીની ઠાઠડી નીકળી જશે. એસપી ચીફ મુલાયમસિંહ યાદવની સામે આવી ટિપ્પણી કર્યા બાદ તેઓ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X