આઘો રે આજે વંદે ભારત તારો ભાઈ ચલાવશે! બાખડ્યા લોકો પાયલોટ, વીડિયો વાયરલ

loko pilot Fight viral video: દેશની અત્યાધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી હેડલાઇન્સમાં રહે છે.

ક્યારેક તેની આધુનિક સુવિધાઓ માટે તો ક્યારેક પથ્થરમારાની ઘટનાઓને કારણે, પરંતુ હવે એક નવો મામલો સામે આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે.

વંદે ભારત ટ્રેન કોણ ચલાવશે, તેને લઈને બે લોકો પાઈલટ વચ્ચે ઝઘડો થયો અને લડાઈ શરૂ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના 2 સપ્ટેમ્બરના રોજ ઉદયપુર-આગ્રા કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. જ્યારે આ ટ્રેન કોટાથી ગંગાપુર પહોંચી, ત્યારે આગ્રા રેલવે ડિવિઝનના ડ્રાઈવરો ટ્રેનને આગ્રા લઈ જવા માગતા હતા, પરંતુ ગંગાપુર શહેરના ડ્રાઈવરોએ ટ્રેન લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બાબતે બંને વિભાગના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને થોડી જ વારમાં મામલો મારામારીમાં પરિણમ્યો હતો.

ગંગાપુર રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જીઆરપીની હાજરીમાં પણ રેલવે સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

loko pilot Fight video viral

ઉલ્લેખનીય છે કે, બંને લોકો પાયલટે એકબીજાના કપડા ફાડી નાખ્યા અને ટ્રેનને પણ નુકસાન પહોંચાડ્યું, પરંતુ જીઆરપીના જવાનો આ લડાઈને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ સમગ્ર વિવાદનું કારણ એ છે કે, વંદે ભારત ટ્રેન કોણ ચલાવશે. ઉદયપુરથી દોડતી વંદે ભારત ટ્રેન ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનથી શરૂ થાય છે.

આ પછી તે પશ્ચિમ મધ્ય રેલવેના કોટા રેલવે વિભાગમાંથી પસાર થાય છે. બાદમાં તે ઉત્તર મધ્ય રેલવે વિભાગમાં આગ્રા રેલવે ડિવિઝન સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં ટ્રેન કોણ ચલાવશે તે અંગે બંને વિભાગના કર્મચારીઓ સામસામે હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને કારણે રેલવેની છબીને ઘણું નુકસાન થયું છે. આ દર્શાવે છે કે, રેલવેમાં હજુ પણ ઘણી સમસ્યાઓ છે, જેને હલ કરવાની જરૂર છે.

આ ઉપરાંત આ ઘટના મુસાફરોની સુરક્ષા પર પણ સવાલો ઉભા કરી રહી છે. સાથે જ રેલવે અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X