હવે પત્રકાર પર ભડકી મમતા, 'હું તને થપ્પડ ચોડી દઇશ'

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગુસ્સા કારણે નાની-નાની વાતો પર લોકોને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક કોઇ કાર્ટૂનિસ્ટને ધરપકડ સામનો કરવો પડે છે તો ક્યારેક કોઇ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા બદલ પોલીસ તપાસનો સામનો કરવો પડે છે. તાજેતરમાં મમતા બેનર્જી પોતાના સુરક્ષાકર્મીઓ પર ગુસ્સે ભરાઇ હતી કારણ કે તેમની કાર આવવામાં થોડું મોડું થયું હતું.
આ બનાવ આર્ટ ફેરનો છે જ્યાં મમતા બેનર્જીના ફોટા પાડી રહેલા ફોટો પત્રકાર પર ગુસ્સે થઇ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફોટો જર્નાલિસ્ટોએ મમતા બેનર્જીને ઘેરી રાખ્યાં હતા. તે તેમના ફોટા પાડી રહ્યો હતો. આ દરમિયાન એક ફોટોગ્રાફરના પગ ત્યાં રાખેલા સામાન પર પડ્યો અને આ જોઇને મમતા બેનર્જી જાતે આગળ આવી અને તેમને ફોટોગ્રાફરને ખરાબ રીતે ધમકાવતાં કહ્યું હતું કે 'હું તને થપ્પડ મારી દઇશ. તમે ધ્યાન નથી તુ બધુ નષ્ટ કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં પોતાની કાર મોડી પડતાં તે પોતાના સુરક્ષાકર્મીઓ પર ગુસ્સે ભરાઇ હતી. તેમને સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે તમને તો થપ્પડ પડવી જોઇએ. સુરક્ષાકર્મીએ હાથ જોડીને માફી માંગી હતી.
પત્રકાર પર ગુસ્સે ભરાવવાની ઘટના બાદ તૃણમૂલના નેતા સ્પષ્ટતા આપી રહ્યાં છે કે 'આ કશું જ નહી આ તો મોટી બહેનનો પ્રેમ છે. આને વધારે મહત્વ આપવું જોઇએ નહી. તેમના મત મુજબ પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને બધા દીદી કહે છે અને માટે એક બહેનના રૂપમાં તેમને તે પત્રકારને ભાઇને પ્રેમભર્યો ધમકાવ્યો હતો બીજું કશું જ નથી. પરંતુ જે પ્રકારે મમતા બેનર્જી સાર્વજનિક રીતે ગુસ્સે થઇ હતી તે ગંભીર છે. ખાસ કરીને ફોટો જર્નાલિસ્ટ પર વ્યક્ત કરેલા ગુસ્સાને કેટલાક લોકો ધમકીના રૂપમાં લઇ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
