For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ વર્ષની અંદર IAFએ 29 ફાઇટર પ્લેન ગુમાવ્યા

By Super
|
Google Oneindia Gujarati News

AK-Antony
નવી દિલ્હી, 11 માર્ચઃ લોકસભામાં સોમવારે માહિતી આપવામાં આવી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડિયન એર ફોર્સે 29 ફાઇટર પ્લેન ગુમાવ્યા છે, જેમાં 12 મિગ 21 છે, ક્રેશ થયેલા પ્લેનમાં છ પાઇલોટ્સે પણ જીવ ગુમાવવો પડ્યો છે.

રક્ષામંત્રી એક એન્ટોનીએ પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, એર ક્રાફ્ટે ક્રેશ દુર્ઘટનામાં ગુમાવેલા પ્લેન્સમાં, 12 મિગ 21એસ, 8 મિગ 27એસ, 4 એસયુ30 એમકેઆઇએસ, 2 જગુઆર, 2 મિરાજ 2000એસ અને 1 મિગ 29 છે.

આ દુર્ઘટનાઓમાં છ પાઇલોટ્સ અને છ સામાન્ય માનવીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જિંદગીઓની સાથે 39 સંપત્તિઓને પણ નુક્સાન પહોંચ્યું છે. દુર્ઘટનામાં ભોગ બનાનારાઓના પરિવારજનોને 60 લાખથી 40.4 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

અન્ય એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે, આઇએએફમાં 515 પાઇલોટ્સની અછત છે પરંતુ હાલ જેટલી ક્ષમતા છે તે ઓપરેશનની જરૂરિયાતને પહોંચીવળે તેમ છે.

English summary
In the last three years, the Indian Air Force has lost 29 fighter planes including 12 MiG 21s in crashes in which six pilots lost their lives, the Lok Sabha was informed on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X