IAFનું Mi 17 હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
ભારતીય વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. સદનસીબે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે.
ભારતીય વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. સદનસીબે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગ લેવાયું ન હતું.

ગુરુવારના રોજ જ્યારે પાયલટે ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનાનું કારણ હજૂ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અકસ્માત બાદ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મધ્યપ્રદેશના ભીંડમાં 21 ઓક્ટોબરની સવારે ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. ભીંડ એસપી મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વિમાનનો પાયલોટ અકસ્માતમાં ઘાયલ થયા હતા.
An IAF Mi-17 helicopter today crash-landed in eastern Arunachal Pradesh with 2 pilots&3 crew members. All are safe. Helicopter was carrying out air maintenance sortie when the incident took place. Court of inquiry will be ordered to ascertain the reasons for the incident: Sources pic.twitter.com/LGMfGrwc5P
— ANI (@ANI) November 18, 2021
આ બાબતે માહિતી આપતાં ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું, તાલીમની ઉડાન દરમિયાન સેન્ટ્રલ સેક્ટરમાં એરફોર્સના વિમાન 'મિરાજ 2000' માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. અકસ્માત બાદ પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, પરંતુ તેને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
