For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Missing AN-32: કો-પાયલેટના પિતાએ કહ્યું મારો છોકરો પાછો આવશે!

|
Google Oneindia Gujarati News

શુક્રવારે ગુમ થયેલ ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ)નું ટ્રાસપોર્ટ એરક્રાફ્ટ એએન-32 વિષે હજી સુધી કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ. નોંધનીય છે કે આ પ્લેન જ્યારે ગુમ થયું ત્યારે તેમાં 29 લોકો સવાર હતા. અને એરક્રાફ્ટના ગુમ થવાની આ પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યો છે. અને તેમાંથી જ એક છે હરિયાણાના રોહતક જિલ્લામાં રહેતા પંકજ નંદેલના પિતા પણ. નોંધનીય છે કે પંકજ નંદેલ પ્લેન એએન-32નો કો-પાયલટ હતો.

નોંધનીય છે કે પ્લેન ગુમ થયા બાદ ભારતીય સેનાએ તેનું અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન "ઓપરેશન તલાશ" શરૂ કર્યું છે. જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે પ્લેન ક્રેશ થવાની અફવાઓ પણ જોર પકડી રહી છે. ત્યારે આ કો-પાયલટના પિતાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમનો પુત્ર જરૂરથી પાછો આવશે. ત્યારે આ પ્લેનને લઇને તમામ અપડેટ અને તેમાં સવાર લોકો વિષે વધુ જાણકારી મેળવો અહીં...

પંકજના થવાના હતા લગ્ન

પંકજના થવાના હતા લગ્ન

એએન 32 પ્લેનના કો પાયલોટ પકંજ નંદેલના જલ્દી જ લગ્ન થવાના હતા. તેમના ઘરમાં લગ્નનો માહોલ હતો. અને આ ખુશીઓની વચ્ચે જ તેના પ્લેનના ગુમ થવાના સમાચારે પરિવારને ગમગીન કરી દીધો

પિતાને વિશ્વાસ

પિતાને વિશ્વાસ

જો કે પંકજના પિતા કૃષ્ણા નંદેલને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમનો પુત્ર સુરક્ષિત ઘરે પરત ફરશે.

ઓપરેશન તલાશ

ઓપરેશન તલાશ

નોંધનીય છે કે શુક્રવારે એએન-32ના ગુમ થયા પછી સેનાએ તેનું અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન "ઓપરેશન તલાશ" શરૂ કર્યો છે. અને આજે આ ધટનાના ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન યુદ્ધ ધોરણે ચાલી રહ્યું છે.

18 શિપ અને 16 એરક્રાફ્ટ

18 શિપ અને 16 એરક્રાફ્ટ

ચેન્નઇથી બંગાળ ખાડી ઉડી રહ્યા આ પ્લેનને શોધવા માટે અત્યાર સુધીમાં 18 શીપ અને 16 એરક્રાફ્ટને સર્ચ માટે લગાવવામાં આવ્યા છે. અહીંથી પસાર થતી અન્ય શીપને પણ કાટમાળ કે કોઇ સંદેહાત્મક વસ્તુઓ પર નજર રાખવા જણાવ્યું છે.

3000 મીટરના ઊંડાઇમાં

3000 મીટરના ઊંડાઇમાં

રક્ષા સુત્રોનું એવું પણ માનવું છે કે બની શકે એરક્રાફ્ટ સમુદ્રમાં ક્રેશ થઇને દરિયાની ઊંડે જતું રહ્યું હોય નોંધનીય છે કે આ પહેલા જુલાઇ 2015માં ગુમ થયેલા ડોર્નિયરનો કાટમાળ પણ 33 દિવસ પછી સમુદ્ર તળમાંથી મળ્યો હતો.

પ્રાર્થના

પ્રાર્થના

જો કે તમે છતાં ભારતભરના અનેક લોકો અને આ પ્લેનમાં સવાર લોકોના પરિવારજનો તો દિવસરાત તેમની સલામત હોવાની પ્રાર્થના જ કરી રહ્યા છે. અને કહીં ના શકાય કોઇ ચમત્કાર થઇ જાય.

English summary
Indian Air Force (IAF) is still not able to find the whereabouts of missing transport aircraft AN-32. In the meanwhile father of Pankaj Nandel co-pilot of missing aircraft, believes his son will be back soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X