For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રીએ સિદ્ધુને આપ્યો અભિનંદનની સ્વદેશ વાપસીનો શ્રેય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ અભિનંદનની મુક્તિનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુને આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

વિંગ કમાંડર અભિનંદમ સ્વદેશ પાછા આવી ગયા છે. અભિનંદનની મુક્તિ બાદ તમામ નેતા તેમના સ્વાગત અને દિલેરીની પ્રશંસા કરી રહ્યા છે. ઈમરાન ખાન પોતાની પીઠ સ્વયં થપથપાવીને શ્રેય લઈ રહ્યા છે. બીજી તરફ આને ભારતની કૂટનીતિક સફળતા ગણાવવામાં આવી રહી છે એમ કહીને તે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન એકદમ અળગુ પડી ગયુ હતુ. વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ અભિનંદનની મુક્તિનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુને આપ્યો છે.

navjot singh sidhu

તમને જણાવી દઈએ કે ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનનો પીછો કરતા અભિનંદમ વર્ધમાન પોતાના મિગ-21 વિમાનથી એલઓસી પાર કરીને જતા રહ્યા હતા. આ દરમિયાન તેમનુ વિમાન ક્રેશ થઈ ગયુ. ત્યારબાદથઈ તે પાક સેનાની પકડમાં હતા. ઓમન ચાંડીએ અભિનંદનનું સ્વાગત કરીને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યુ, 'નવજોત સિંહ સિદ્ધુના વાસ્તવિક પ્રયાસો અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના સદભાવ માટે ધન્યવાદ. મને આશા છે કે સીમા પર બંને તરફ શાંતિ જળવાઈ રહેશે.'

ઓમન ચાંડીના આ ટ્વીટનો જવાબ આપતા નવજોત સિંહ સિદ્ધુએ લખ્યુ, 'આપના ઉત્સાહવર્ધનથી મારુ સાહસ અનેક ગણુ વધી ગયુ છે. આપના શબ્દ મને નીડરતાપૂર્વક સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા અને નૈતિક મૂલ્યોથી ક્યારેય સમજૂતી ના કરવાની તાકાત આપે છે. સિદ્ધુએ આગળ બે લાઈનો લખી - ઉસૂલો પર આંચ આયે તો ટકરાના જરૂરી હે, જિંદા હો તો જિંદા નજર આના જરૂરી હે.'

આ પણ વાંચોઃ મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયારઆ પણ વાંચોઃ મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયાર

English summary
IAF Wing Commander Abhinandan Varthaman returns: Sidhu reiterates Pak stand, Oommen lends support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X