IAS ટીનાના બીજા લગ્નના સમાચાર વચ્ચે Ex પતિએ શેર કરી તસવીરો, લોકોએ પુછ્યા સવાલો
UPSC બેચ 2015 ટોપર IAS ટીના દાબી સોશિયલ મીડિયાના સૌથી સક્રિય સભ્યોમાંની એક છે. હાલમાં જ તેણે બીજા લગ્નની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેના પહેલા પતિ અતહર ખાનથી છૂટાછેડા લીધાના 7 મહિના પછી જ તે IAS પ્રદીપ ગાવંડે
UPSC બેચ 2015 ટોપર IAS ટીના દાબી સોશિયલ મીડિયાના સૌથી સક્રિય સભ્યોમાંની એક છે. હાલમાં જ તેણે બીજા લગ્નની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેના પહેલા પતિ અતહર ખાનથી છૂટાછેડા લીધાના 7 મહિના પછી જ તે IAS પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહી છે.

ટીનાનો પૂર્વ પતિ અતહર ખાન ચર્ચામાં
જ્યાં કેટલાક લોકો ટીનાને ફરી એક નવો સંબંધ શરૂ કરવા માટે શુભકામનાઓ આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો એવા છે જેઓ ટીનાના આટલા જલ્દી લગ્ન કરવાના નિર્ણયને સમજી શક્યા નથી. હાલમાં ટીના અને પ્રદીપના નવા સંબંધો વચ્ચે ટીનાનો પૂર્વ પતિ અતહર ખાન પણ જબરદસ્ત ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા ગર્લ્સ ક્રશ
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા અતહર ખાને ઈન્સ્ટા પર પોતાની બે તસવીરો પણ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા ગર્લ્સના ક્રશ એવા અતહર ખાનની એક તસવીર શ્રીનગર લેકની સામે છે અને બીજી તસવીર 7મા સ્માર્ટ સિટી ઈન્ડિયા એક્સપોની છે, જેને શેર કરતા અતરે ખુશી વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયાની લોકપ્રિય હસ્તીઓમાંની એક
આ સમયે અતહરની બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના ફોલોઅર્સ તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અતહર ખાનના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ અને ટ્વિટર પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

ટીનાની જેમ તમે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છો?
કેટલાક લોકો તેના કામના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ લખ્યું છે કે તમે ભારતના સૌથી હેન્ડસમ IAS છો, બોલિવૂડ તમારી સામે નિષ્ફળ ગયું છે, તો કેટલાક લોકોએ અતહરને સવાલ કર્યો છે કે ટીનાની જેમ તમે પણ બીજી વાર લગ્ન ક્યારે કરવા જઈ રહ્યા છો?

પહેલી નજરનો પ્રેમ, લગ્ન પછી થયા તલાક
તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં જ્યારે ટીનાએ UPSC પરીક્ષામાં ટોપ કર્યું હતું, તે જ વર્ષે અતહર UPSCમાં બીજા ક્રમે આવ્યો હતો. મૂળ કાશ્મીરના અનંતનાગના રહેવાસી અતહરે IIT મંડીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેની અને ટીનાની પહેલી મુલાકાત મસૂરી ટ્રેનિંગ કેમ્પમાં થઈ હતી. બંને પહેલી નજરે જ દિલ આપી બેઠા હતા. નવેમ્બર 2016 માં, બંનેએ તેમના સંબંધો વિશે જાહેરાત કરી અને પછી વર્ષ 2018 માં બંનેએ લગ્ન કર્યા હતા.












Click it and Unblock the Notifications
