For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇબીના એલર્ટ બાદ બોધગયામાં થયા સીરિયલ બ્લાસ્ટ, કોણ જવાબદાર?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 8 જુલાઇ: શાંતિના પ્રતિક બૌધ ધર્મનું સૌથી મોટા મંદિર બોધગયા એક પછી એક સીરિયલ બ્લાસ્ટના ધમાકાથી મચમચી ઉઠ્યું. બે-બે મિનિટના અંતરે અહીં નવ ધમાકા થયા જ્યારે બે જીવતા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા. સવારે 5:25 વાગે ધમાકાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો અને એક પછી એક 9 બ્લાસ્ટ થયા હતા. ભલે આ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં બોધમંદિરને કંઇ નુકસાન ન થયું હોય, પરંતુ મંદિર પરિસરમાં લગાવમાં આવેલા બોધિવૃક્ષને ભારે નુકસાન થયું છે.

પવિત્ર બોધગયામાં થયેલા બ્લાસ્ટ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. બોધગયામાં થયેલો આતંકી હુમલા સુરક્ષા એજન્સીની નિષ્ફળતા તરફ આંગળી ચિંધે છે. આઇબીએ આ અંગે પહેલાં જ એલર્ટ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારને પણ હુમલાની ચેતાવણી આપવામાં આવી હતી. ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે નેપાળના રસ્તેથી બે આતંકી બિહારમાં પ્રવેશ્યા હતા.

હૈદ્રાબાદથી ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી મકબૂલે એનઆઇએની પૂછપરછમાં જણાવ્યું હતું કે બોધગયા મંદિર પર આતંકી હુમલો થઇ શકે છે. આ અંગે 26 જૂનના રોજ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

bodh-gaya-alert-preceded

આતંકીઓ દ્વારા મળેલી આ મહત્વપૂર્ણ જાણકારીને એનઆઇએએ બિહાર સરકારને આપી હતી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમછતાં બિહાર સરકારે મંદિરો અને સાર્વજનિક સ્થળોને સુરક્ષા પુરી પાડવા માટે કોઇ પગલાં ભર્યા ન હતા.

આટલું જ નહી આઇબીએ પણ એક અઠવાડિયા પહેલાં એલર્ટ જાહેર કર્યો હતો. મકબૂલે સ્વિકાર્યું હતું કે તેને બોધગયામાં મહાબોધિ મંદિરની રેકી કરી હતી. તેને મંદિરની વીડિયો ક્લિપ પણ બનાવી હતી. પોલીસ આ ઇશારાન સમજી શકતી તે પહેલાં બોધગયામાં સીરિયલ બ્લાસ્ટ થઇ ગયા.

English summary
An alert had been sounded by the state police headquarters regarding the security of religious shrines and other important sites across Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X