For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલર્ટ- આતંકીઓ ફરી આપી શકે 'કંદહાર હાઇજેક'ને અંજામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના અવસરે ભારતના પ્રવાસ પર આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સુરક્ષા ભારત માટે મોટો પડકાર બનવા જઇ રહી છે. પહેલા સમુદ્રી માર્ગથી આતંકવાદીઓએ ભારતમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો અને હવે એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી મળી છે.

ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કરીને જણાવ્યું કે એર ઇન્ડિયાના દિલ્હી-કાબુલની ફ્લાઇટને આતંકવાદી હાઇજેક કરી શકે છે. ગુપ્તચર એજન્સીના એલર્ટ બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સતર્ક કરી દેવામાં આવ્યું છે. સાથે જ અત્રેના કર્મચારીઓને પણ સાવધાની રાખવા જણાવી દેવામાં આવ્યું છે.

air india
એરપોર્ટ ઓથોરિટીએ તમામ વિમાનોને દરેક પ્રકારની તપાસ બાદ જ ઉડાન ભરવાની પરવાનગી આપવા જણાવ્યું છે. એટલું જ નહીં સુરક્ષા તપાસને પણ ઘણા સ્તરે વધારી દેવામાં આવી છે, જેથી કોઇપણ પ્રકારની અનહોનીને ટાળી શકાય. એરપોર્ટ પર આવનાર તમામ પ્રવાસીઓના લગેજને પણ ઘણી વાર ચેક કરવામાં આવી રહ્યું છે. સાથે જ પ્લેનમાં બોર્ડ હોવા છતાં પણ પ્રવાસીઓના લગેજની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

એરપોર્ટની સુરક્ષાને પ્રોત્સાહન માટે કમાંડોને પણ પેટ્રોલિંગ માટે ખડે પગે કરી દેવામાં આવ્યા છે. ફ્લાઇટ માર્શલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે જ કેબિન ક્રૂની સંખ્યામાં વધારો કરીને દરેક સંભવ સુરક્ષાની ચકાસણી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આની પહેલા 1999માં આતંકવાદીઓને આસી 814ને જે કંદહાર જઇ રહેલા પ્લેનને હાઇજેક કરી લીધું હતું. જ્યારે આ વખતે પણ આતંકવાદીઓ કંઇક એવા જ પ્રકારની ઘટનાને અંજામ આપવાનું કાવતરુ ગઢી રહ્યા છે.

English summary
Intelligence agencies have warned that a Delhi-Kabul flight may be hijacked by terrorists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X